For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA World cup 2022 : સેમીફાઇનલમાં જીત મેળવ્યા બાદ મેસીએ કહી આ વાત

ફુટબોલ વિશ્વ કપનના પહેલા સેમીફાઇનલમાં 5 વારની ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાએ ક્રોશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં પહોંચી છે. જે બાદ મેસ્સીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમને આશા છે કે અમે ફાઇનલમાં ફરીથી ચેમ્પિયન બનીશું.

|
Google Oneindia Gujarati News

FIFA World cup 2022 : કતારમાં ચાલી રહેલા ફિફા વિશ્વ કપ 2022માં આર્જેન્ટિના સૌથી પહેલા ફાઇનાલમાં પહોંચી ગયું છે. આ સાથે રવિવારના રોજ યોજાનારી ફાઇનલમાં પણ ફેવરીટ છે. મંગળવારે ફુટબોલ વિશ્વ કપનના પહેલા સેમીફાઇનલમાં 5 વારની ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાએ ક્રોશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં પહોંચી છે. આર્જેન્ટિનાની આ જીતમાં લિયોનલ મેસી અને અલ્વારેજનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ બંને ખેલાડીઓએ પોતાની ટીમ માટે ગોલ કર્યા હતા.

સેમીફાઈનલમાં મળેલી જીત પર મેસ્સીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે હવે અમને આશા છે કે અમે રવિવારે યોજાનારી ફાઇનલમાં ફરીથી ચેમ્પિયન બનીશું.

અમે ફરીથી બનીશું ચેમ્પિયન - મેસ્સી

અમે ફરીથી બનીશું ચેમ્પિયન - મેસ્સી

સેમિફાઇનલ જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા મેસ્સીએ જણાવ્યું હતું કે, આ જીત અમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે વર્લ્ડ કપમાં અમારી શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. સાઉદી અરેબિયા સામે હાર્યા બાદ અમે દરેક મેચને ગંભીરતાથી લઇ રહ્યા છીએ. હવે અમને આશાછે કે, રવિવારના રોજ આર્જેન્ટિના છઠ્ઠી વખત ટાઈટલ જીતશે.

ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિનાએ અત્યાર સુધી 5 વખત ફીફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આવા સમયે મેસ્સીની હાજરીમાં આ ટીમે 2 વખત ટાઇટલ જીત્યું છે. હવે મેસ્સીની નજર ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવવા પર રહેશે.

સાઉદીની હારથી મળી સીખ - મેસ્સી

સાઉદીની હારથી મળી સીખ - મેસ્સી

સેમિફાઇનલ જીત બાદ આનંદમાં રહેલા મેસ્સીએ જણાવ્યું હતું કે, અમને જાણ હતી કે, ક્રોએશિયા સામેની મેચ આસાન રહેવાની નથી. કારણ કે, આ ટીમે સમગ્ર વિશ્વ કપ દરમિયાન પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે.

મેસ્સીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ કપની પ્રથમ મેચ અમારા માટે એક મોટો ધક્કા સમાન હતી, અમે 6 મેચ જીતી હતી, પરંતુ તે એક હારથી અમને સીખ મળી હતી. ક્રોએશિયા સામે અમારી કસોટી કરવામાં આવી હતી, પરંતુ અમે સાબિત કર્યું કે, અમે કેટલા મજબૂત છીએ. અમે અન્ય મેચો જીતી અને અમે જે કર્યું તે ઘણું મુશ્કેલ હતું. દરેક મેચ ફાઇનલ હતી અને અમે જાણતા હતા કે, જો અમે નહીં જીતીએ તો અમારા માટે તમામ વધુ મુશ્કેલ બની જશે.

રવિવારના રોજ યોજાશે ફાઇનલ

રવિવારના રોજ યોજાશે ફાઇનલ

સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે જીત મેળવ્યા બાદ આર્જેન્ટિનાનો ફાઇનલમાં પ્રતિસ્પર્ધીની કોણ હશે એ જોવાનું રહેશે.

ફાઇનલમાંઆર્જેન્ટિનાની મેચ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.

ફિફા વિશ્વ કપ 2022ની ફાઇનલ મેચ રવિવારના રોજ લુસેલ સ્ટેડિયમમાં રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Messi said this after winning the semi-final of FIFA World cup 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X