MI vs RR: ડ્રીમ ઈલેવનમાં ટીપ્સ, આ ખેલાડીઓ ફોર્મમાં આવી શકે
MI vs RR: ડ્રીમ ઈલેવનમાં ટીપ્સ, આ ખેલાડીઓ ફોર્મમાં આવી શકે
આજે આઈપીએલની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 5 મેચ રમી છે જેમાંથી 2માં જીત અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 4મેચ રમી છે જેમાંથી 2માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંને ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે અને ગમે ત્યારે મેચનું પલડું પલટી શકવાની ક્ષમતા ધરાવે છે. મુંબઈ ઈન્ડિયન તરફથી હિટમેન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક ઓપનિંગ કરશે. સુર્યકુમાર યાદવ વન ડાઉન અને ઈશાન કિશાન ટૂ ડાઉન બેટિંગ કરવા ઉતરશે. હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા મિડલ ઓર્ડર સંભાળશે. કૃણાલ પંડ્યાના સહયોગ સાથે લેગી રાહુલ ચહર સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે જ્યારે જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટિંસન પેસ અટેક સંભાળશે અને કિરોન પોલાર્ડ તેમને આસિસ્ટ કરશે.
જો રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો બેન સ્ટોક્સ યુએઈ પહોંચી ગયો છે પરંતુ 6 દિવસના ક્વોરેન્ટાઈનમાં જવાનો હોવાથી રમવા નહિ ઉતરી શકે. સ્ટિવ સ્મિથ, જોસ બટલર, ટોમ કુર્રન અને જોફ્રા આર્ચર રાજસ્થાનના 4 ઓવરસિસ પ્લેયર હશે.
જોસ બટલર અને સ્ટિવ સ્મિથ ઈનિંગ ઓપન કરશે. જો જૈશવાલને રમવાનો મોકો મળે તો તે બટલર જોડે ઓપન કરશે અને સ્મિથ 2 ડાઉન રમશે. સંજુ સેમસન વન ડાઉન ઉતરશે. રાહુલ તેવટિયા અને રિયાન પ્રયાગ મધ્યમ ઓર્ડર સંભાળશે. ટોમ કુર્રન ફિનિશરનો રોલ નિભાવશે. શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે અને જરૂર પડ્યે રિયાન પરાગ અને સ્ટીવ સ્મિથ તેમને આસિસ્ટ કરી શકે છે. જ્યારે ટોમ કુર્રાન, જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત અને જયદેવ ઉનાડકટ પેસ અટેક સંભાળશે.
રાજસ્થાન રોયલ્સ સંભાવિત પ્લેઈંગ ઈલેવન
જોશ બટલર, સ્ટીવ સ્મિથ, સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા/ યશસ્વી જૈશવાલ, રિયાન પરાગ/ મહિપાલ લામરોર, ટોમ કુર્રન, રાહુલ તેવટિયા, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનાડકટ, અંકિત રાજપૂત.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિંસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
Dream 11 Team
- વિકેટકિપરઃ જોસ બટલર, ક્વિન્ટન ડિકોક, સંજૂ સેમસન
- બેટ્સમેનઃ સૂર્ય કુમાર યાદવ, સ્ટીવ સ્મિથ, રોબિન ઉથાપ્પા
- ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા
- બોલરઃ જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર, ટોમ કુર્રન
આ પણ વાંચો- રોડ અકસ્માત બાદ અફઘાનિસ્તાની બેટ્સમેન નજીબ તારાકઈનું નિધન












Click it and Unblock the Notifications
