મોહમ્મદ કૈફને સૂર્ય નમસ્કાર કરવા પર મળી સલાહ, કહ્યુ ઇસ્લામને જોખમમાં ના મૂકો

Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ક્રિકેટર મોહમ્મદ કૈફના એક ફોટાને કારણે કેટલાક લોકોએ તેના પર 'અધર્મ' કરવાનો આરોપ લગાવી દીધો. કૈફને આ ફોટા પર એટલી બધી સલાહ મળી અને એટલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો કે તેને સ્પષ્ટતા કરવી પડી કે આ ફોટાને ધર્મ સાથે ના જોડવામાં આવે.

asana

કૈફે સૂર્ય નમસ્કાર કરતો પોતાનો એક ફોટો પોતાના ટ્વીટર એકાઉંટ પર પોસ્ટ કર્યો તો કથિત ઇસ્લામ રક્ષક તેના પર ભડકી ગયા. તેના આ ફોટા પર કોમેંટસ કરવામાં આવી કે કૈફ તમારુ આ કામ ઇસ્લામને અનુકૂળ નથી અને તમારે આ પ્રકારની પોસ્ટ અને સ્ટેટમેંટથી બચવુ જોઇએ. એક તરફ તેની આલોચના કરનારા આવ્યા તો કેટલાક સમર્થનમાં પણ આવ્યા. કેટલાક લોકો આલોચના કરનારને ખરુખોટુ કહેવા લાગ્યા. કૈફે આ ફોટો આજે સવારે શેર કર્યો હતો.

ફોટા પર કેટલાક લોકોએ કહ્યુ કે આનાથી અમારી છબી ખરાબ થાય છે તો કેટલાકે કસરત માટે નમાઝ પઢવાની સલાહ આપી. કેટલાક લોકોએ કૈફના આ ફોટાને આરએસએસને ખુશ કરનાર બતાવ્યો. ત્યારબાદ જ્યારે સતત તેમના ફોટા પર ચર્ચા થતી રહી તો છેવટે તેને પોતે આના પર સ્પષ્ટતા કરવી પડી. કૈફે ટ્વીટ કરીને કહ્યુ કે અલ્લાહ તો દિલમાં હોય છે તમે કસરત માટે જીમમાં જાવ કે પછી સૂર્ય નમસ્કાર કરો એનાથી શું ફરક પડે છે.

આ કંઇ પહેલી વાર નથી કે જ્યાં ટ્વીટર પર કોઇ સેલિબ્રીટીને આ રીતે નિશાન બનાવવામાં આવી હોય. હાલમાં જ ક્રિકેટર મોહમ્મદ શમીનો પત્ની સાથેનો ફોટો પોસ્ટ કરવા પર ટ્વીટર પર મુસ્લિમ કટ્ટરપંથીઓ પાસેથી ઘણુ સાંભળવા મળ્યુ હતુ. ત્યારે કૈફે પણ શમીનું સમર્થન કર્યુ હતુ. આ પહેલા ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન પોતાના દીકરાનું નામ તૈમુર ખાન રાખવા પર હિંદુ કટ્ટરપંથીઓના નિશાન પર આવી ગયા હતા.

English summary
mohammad kaif facing controversy after posting surya namaskar pictures on twitter
Please Wait while comments are loading...