મોહમ્મદ શમીએ સેલ્યૂટ કરી મજાક ઉડાવી તો કોટ્રેલે ફરી હિંદીમાં આપ્યો જવાબ

મોહમ્મદ શમીએ સેલ્યૂટ કરી મજાક ઉડાવી તો કોટ્રેલે ફરી હિંદીમાં આપ્યો જવાબ

નવી દિલ્હીઃ વિંડીઝ ક્રિકેટ ટીમના તેજ બોલર શેલ્ડન કોટ્રેલ પોતાની આર્મી સેલ્યૂટ માટે મશહૂર છે. જ્યારે પણ તેઓ વિકેટ લે છે તેઓ પરેડ કર્યા બાદ આર્મી સેલ્યૂટ કરીને જશ્ન મનાવે છે. પરંતુ તેમની આ સ્ટાઈલની મજાક ત્યારે ઉડી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પેસર મોહમ્મદ શમી પણ તેમની નકલ કરતા જોવા મળ્યા. શમીએ કોર્ટેલની નકલ વિંડીજ વિરુદ્ધની મેચ દરમિયાન કરી હતી જેનો જવાબ હવે કોટ્રેલે હિંદીમાં આપ્યો છે. જો કે તેમના જવાબમાં શમી પ્રત્યે નારાજગીભર્યો નહિ બલકે મજેદાર રહ્યો.

mohammad shami

જણાવી દઈએ કે શમીએ કોટ્રેલની સ્ટાઈલનો મજાક એ સમયે ઉડાવ્યો જ્યારે કોટ્રેલ પેવેલિયન ફરી રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે વિંડીઝની ઈનિંગનાની 30મી ઓવરમાં કોટ્રેલને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. કોટ્રેલે આ બાદ ડીઆરએસ લીધો હતો. પરંતુ તેમાં પણ ગ્રાઉન્ડ અંપાયરનો ફેસલો ન બદલ્યો. કોટ્રેલ આઉટ થયા બાદ ભારતીય કેલાડીઓના જશ્નનો રિપ્લાય ચલાવવામાં આવ્યો તો તેમાં સામે આવ્યુ્ં કે શમીએ સેલ્યૂટ સેલિબ્રેશનની કોપી કરી. જેનો જવાબ આપતા કોટ્રેલે ટ્વિટર પર લખ્યું, 'બહુ મજા આવી, શાનદાર બોલિંગ. નકલ કરવી પણ સૌથી મોટી ચાપલૂસી છે.' આની સાથે જ તેમણે આ મામલે કોઈપણ વિવાદ થતા પહેલા જ ખતમ કરી દીધો.

શમીએ કોટ્રેલની કોપી કરી તો વિરટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ પણ હસવા લાગ્યા. જો કે કેટલાય લોકોને શમીની આવા પ્રકારે મજાક ઉડાવવી પસંદ ન આવી. કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સે શમીને ખરુંખોટું પણ કહ્યું છે. જો કે કોટ્રેલે શમીના રિએક્શનને દિલ પર ન લીધું અને મજેદાર રીતે તેમને જવાબ આપ્યો. જણાવી દઈએ કે કોટ્રેલ જ્યારે પણ વિકેટ લે છે તો તે સેલ્યૂટ કરતાં જમૈકાની ડિફેન્સ ફોર્સને ટ્રિબ્યૂટ આપે છે. વર્લ્ડ કપમાં તેમના જશ્નની રીત બહુ લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X