For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ રૈનાનો મોટો IPL રેકોર્ડ તોડ્યો, સુરેશ રૈનાએ આવી રીતે રિએક્ટ કર્યું

ધોનીએ રૈનાનો મોટો IPL રેકોર્ડ તોડ્યો, સુરેશ રૈનાએ આવી રીતે રિએક્ટ કર્યું

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ક્રિકેટર બની ગયા જેમણે ચેન્નઈ સુપર કિંગ્સના પોતાના જ સાથી સુરેશ રૈનાને (193) પછાડ્યો છે. આઈપીએલની શરૂઆતના તમામ મેચ રમનાર ધોનીનો ચેન્નઈ સાથે આ 11મી સીઝન છે. બે સીઝનમાં તે રાઈઝિંગ પુણે સુપરઝાયન્ટ્સ માટે રમ્યા હતા જ્યારે 2013ના સ્પૉટ ફિક્સિંગ મામલામાં ચેન્નઈને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

dhoni

સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દુબઈમાં શુક્રવારે ધોનીએ ચેન્નઈ માટે 164મી મેચ રમી. તેમણે 2016માં પુણે માટે 30 મેચ રમી. આ દરમ્યાન પોતાનો રેકોર્ડ તોડવા માટે રૈનાએ ધોનીને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, 'સૌથી વધુ આઈપીએલ મેચ રમનાર ક્રિકેટર બનવા પર માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની)ને ખુબ ખુબ અભિનંદન. તમારા દ્વારા મારો રેકોર્ડ તોડવામાં આવ્યો તેથી હું ખુશ છું. આજની મેચ માટે શુભકામના અને મને કોઈ શક નથી કે આઈપીએલ 2020નો ખિતાબ જીતશે.'

IPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવીIPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવી

ધોનીની કપ્તાનીમાં ચેન્નઈએ ત્રણવાર આઈપીએલ મેચ જીતી, જ્યારે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને ચાર વાર ખિતાબ અપાવી ચૂકી છે. ચેન્નઈની ટીમ આઠ વાર ફાઈનલમાં પહોંચી છે. ધોની ખુદ નવ ફાઈનલ રમ્યો છે. એક જ ટીમ માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે છે જેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 180 મેચ રમી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ms dhoni broke ipl record of suresh raina, here is how raina reacted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X