મુંબઈ ટીમને ઝટકો, પેટ કમીંસ ઇજાને કારણે આઇપીએલ થી બહાર

Posted By:
Subscribe to Oneindia News

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમીંસ આઇપીએલ થી બહાર થઇ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે કે કમીંસ ને પીઠમાં તકલીફ હોવાને કારણે તેઓ આ સીઝન મુંબઈ તરફ થી નહીં રમી શકે. ચેન્નાઇ વિરુદ્ધ રમાયેલી પહેલી મેચમાં તેમને ટીમમાં જગ્યા મળી ના હતી. મુંબઈ ઇન્ડિયન્સ ઘ્વારા પેટ કમીંસને 5.4 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

pat cummins

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કમીંસ ની ઇજાને જોઈને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સત્ર દરમિયાન તેઓ આઇપીએલ થી દૂર રહે કારણકે તેઓ નહીં ઇચ્છતા કે કોઈ પણ લાપરવાહી તેમને મુસીબતમાં નાખી દે. કમીંસ ની પીઠમાં તકલીફ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન શરૂ થઇ હતી. આપણે જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમ જૂન મહિનામાં ઇંગ્લેન્ડ પ્રવાસે જઈ રહી છે, જ્યાં તેઓ 5 વનડે અને 1 ટી20 મેચ રમશે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે ચેન્નાઇ ને પહેલી મેચમાં જીત અપાવનાર કેદાર જાધવ પણ ઇજાને કારણે આઇપીએલ થી બહાર થઇ ગયા છે. મુંબઈ વિરુદ્ધ પહેલી મેચ દરમિયાન તેમને ઇજા થઇ હતી. ઇજા એટલી ગંભીર હતી કે તેમને મેદાનની બહાર જવું પડ્યું. પરંતુ છેલ્લે તેમને એક છક્કો અને ચોક્કો મારીને ટીમને જીત અપાવી હતી. ઇજા હોવા છતાં પણ તેમને 22 બોલમાં 24 રન બનાવ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mumbai Indians Bowler pat cummins ruled of ipl with back issue

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.