For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: RCB સાથે મુંબઈની ટક્કર, જાણો શું છે તાકાત, કમજોરી, સંભાવિત પ્લેઈંગ Xi

IPL 2021: RCB સાથે મુંબઈની ટક્કર, જાણો શું છે તાકાત, કમજોરી, સંભાવિત પ્લેઈંગ Xi

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો પ્રારંભ આગામી 9 એપ્રિલથી થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સિઝનનો પહેલો મુકાબલો થશે. બેંગ્લોર આ વખતે પહેલો મુકાબલો જીતવાના ઈરાદે ઉતરશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ખિતાબ જીતવાની હેટ્રિક લગાવવાની ઉમ્મીદ સાથે મેદાનમાં ઉતરશે. હવે જોવાનું રહ્યું કે કઈ ટીમ આ મુકાબલામાં જીત સાથે ટૂર્નામેન્ટનો શંખનાદ વગાડી શકે છે. પરંતુ તે પહેલાં જાણીલો ટીમ મુંબઈ ઈન્ડિયન્સની તાકાત, કમજોરી અને સંભાવિત પ્લેઈંગ ઈલેવન વિશે...

મુંબઈ ઈન્ડિયન્સની તાકાત

મુંબઈ ઈન્ડિયન્સની તાકાત

આ ટીમ અત્યાર સુધી 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. મુંબઈની ટાકાત તેમના બોલર્સ અને બેટ્સમેન બંને છે. મધ્યમક્રમને મજબૂત બનાવવામાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા ધાંસૂ બેટ્સમેન છે જેમણે હાલમાં જ પોતાના પ્રહારથી બધાને અવગત કરાવ્યા હતા. આ બંને ખેલાડી અત્યાર સુધી મુંબઈ માટે ખાસ સાબિત થયા છે. રોહિત ઓપનર તરીકે ખુદ તૈયાર છે જે હર વખતેની જેમ આ વખતે પણ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયત્ન કરશે. પાંડ્યા બ્રધર્સ ટીમની તાકાત છે જે આખરી પળમાં કેટલીયવાર મેચ પલટવામાં સફળ થયા છે.

કમજોરી

કમજોરી

ટીમની કમજોરી સ્પિન બોલિંગ ક્રમ છે. જો કે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ દમદાર છે, પરંતુ સ્પિન વિભાગ મજબૂત હોત તો અલગ જ વાત હોત. કેટલાય મેચમાં મુંબઈને વચલી ઓવરમાં રન લુંટાવતી જોઈ છે. રાહુલ ચહર અને કૃણાલ પંડ્યાના રૂપમાં બે સ્પિનર છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ નથી.

મુંબઈ ઈન્ડિયન્સની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, નાથન કૂલ્ટર નાઈલ, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ.

IPLની એક મેચમાંથી થાય છે અધધધ 81 કરોડની કમાણીIPLની એક મેચમાંથી થાય છે અધધધ 81 કરોડની કમાણી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mumbai Indians: Strength, weakness, probable Playing Xi and team news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X