ઇંગ્લેંડ સામે ટીમ ઇંડિયાનું એલાન, કોહલી કેપ્ટન, યુવરાજની વાપસી
ઇંગ્લેંડ સામે વનડે અને ટી-20 સીરિઝ માટે વિરાટ કોહલીને ટીમ ઇંડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વળી, સીનિયર ક્રિકેટર યુવરાજ સિંહને પણ લાંબા સમય બાદ ટીમમાં પાછો લેવામાં આવ્યો છે...
ઇંગ્લેંડની સામે વનડે અને ટી-20 સીરિઝ માટે થનાર પસંદગી સમિતિની બેઠક ત્રણ કલાક બાદ શરુ થઇ. પહેલા સમાચાર આવ્યા હતા કે બેઠક આજે નહિ થઇ શકે પરંતુ બાદમાં સુપ્રિમ કોર્ટે બનાવેલી લોઢા સમિતિએ બીસીસીઆઇના પાંચ સભ્યોવાળી પસંદગી પેનલને ટીમ સિલેક્શનની મંજૂરી આપી દીધી.

હાલમાં ઇંગ્લેંડ સામે વનડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઇંડિયાનું એલાન થઇ ગયુ છે. વનડે અને ટી-20 માટે વિરાટ કોહલીની કેપ્ટન તરીકે તાજપોશી થઇ ગઇ છે. લાંબા સમય બાદ ટીમમાં યુવરાજને પાછો લેવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના બંને ફોર્મેટમાં સિલેક્ટ થયા છે.
ટીમ ઇંડિયા
વનડે: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, કે એલ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાદવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.
ટી-20: વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, મંદીપ સિંહ, કે એલ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નહેરા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
