IPL દરમિયાન ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને કોરોનાથી ન્યૂઝીલેન્ડ બોર્ડ સતત અપડેટ કરાવતુ રહેશે!

IPL દરમિયાન ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને કોરોનાથી ન્યૂઝીલેન્ડ બોર્ડ સતત અપડેટ કરાવતુ રહેશે!

દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોનાના પ્રભાવથી હવે આઈપીએલ પણ બાકાત નથી. માર્ચના અંતમાં શરૂ થઈ રહેલી આઈપીએલમાં દુનિયાભરના ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે ત્યારે હવે ક્રિકેટ બોર્ડની ચિંતા પણ વધી રહી છે. જેન લઈને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આઈપીએલમાં ભાગ લઈ રહેલા છ ખેલાડીઓને કોરોના વાયરલને લગતી પળેપળની માહિતીથી અપડેટ કરવાનો નિર્ણય કર્યો છે.

આઈપીએલમાં કીવી ખેલાડીઓને મદદ મળશે

આઈપીએલમાં કીવી ખેલાડીઓને મદદ મળશે

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે નક્કી કર્યુ છે કે આઈપીએલ દરમિયાન ખેલાડીઓને કોરોના સાથે જોડાયેલી દરેક પ્રકારની જાણકારી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યા અનુસાર તેઓ સતત વિદેશ, સ્વાસ્થય અને રમતગમત મંત્રાલય સાથે સંપર્કમાં છે.

આઈપીએલ પર નથી કોરોનાનો ખતરો

આઈપીએલ પર નથી કોરોનાનો ખતરો

બીસીસીઆઈએ આઈપીએલના સમયમાં કોઈપણ ફેરફાર કરવાનો પહેલા જ ઈન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે આઈપીએલ તેના નિયત સમયે જ યોજાશે. જો કે બીજી તરફ હજુ આઈપીએલને લઈને વિદેશી ખેલાડીઓ માટે એડવાયઝરી જારી નથી કરાઈ.

વિલિયમ્સન સહિત છ ખેલાડીઓ આઈપીએલમાં રમશે

વિલિયમ્સન સહિત છ ખેલાડીઓ આઈપીએલમાં રમશે

આ વર્ષે આઈપીએલમાં ન્યૂઝીલેન્ડમાં છ ખેલાડીઓ રમશે. જેમાં કેન વિલિયમ્સન (સનરાઈઝર્સ હૈદરાબાદ), જિમ્મી નીશામ (કિંગ્સ ઈલેવન પંજાબ), લૉકી ફર્ગ્યૂસન (કેકેઆર), મિશેલ મેક્લાઘન, ટ્રેટ બોલ્ડ (મુંબઈ ઈન્ડિયંસ) અને મિશેલ સેંટનર (ચેન્નઈ સુપર કિંગ્સ) સામેલ છે.

કોરોનાની અસર

કોરોનાની અસર

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસે દુનિયાભરમાં મોટો પ્રભાવ પાડ્યો છે. ચીનથી શરૂ થઈને આ વાયરસ હવે દુનિયાના 70 થી વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે અને 3 હજારથી વધુ લોકોના મોત થયા છે તેમજ 90 હજારથી વધારે લોકો પ્રભાવિત છે. આ વાયરસના કારણે સામાન્ય જનજીવન સાથે સાથે વિવિધ આયોજનો પર મોટો પ્રભાવ પાડ્યો છે. કેટલીય મોટી ટુનાર્મેન્ટ રદ્દ કરાઈ છે અને તારીખ બદલવી પડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X