For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદી

IPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદી

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાભરના ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દેખાડવા માટેનું સૌથી મોટું મંચના રૂપમાં વિકસિત થઈ છે. દર વર્ષે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ક્રિકેટરોને તેમના પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવે છે. જેમાં જે બેટ્સમેન સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે તે ઓરેંજ કેપ જીતે છે. આ લેખમાં અમે આવા તમામ ખેલાડીઓના પ્રદર્શન પર ચર્ચા કરશું, જેમણે પ્રત્યેક સીઝનમાં ઓરેંજ કેપ જીતી હતી. આ યાદીમાં અત્યાર સુધી 4 ભારતીય ખેલાડીઓ સામેલ થઈ શક્યા છે.

સૌથી પહેલાં માર્શે જીતી હતી ઓરેંજ કેપ

સૌથી પહેલાં માર્શે જીતી હતી ઓરેંજ કેપ

વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાના શૉન માર્શે સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી. તેમણે પંજાબની ટીમ માટે રમતાં 11 ઈનિંગમાં 68.44ની એવરેજથી 616 રન બનાવ્યા હતા. તેમણે 115ના ઉચ્ચ સ્કોર સાથે ટીમ માટે 1 સદી અને 5 ફીફ્ટી લગાવી. આઈપીએલની આગલી સિઝનમાં ફરીથી ઓસ્ટ્રેલિયાઈ ટીમે ઓરેંજ કેપ લીધી અને આ વખતે મેથ્યૂ હેડન હતા જેમમે 52ની એવરેજથી 572 રન બનાવ્યા હતા. હેડન તે સમયે ચેન્નઈ સુપર કિંગ્રસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

2020માં સચિન બન્યા

2020માં સચિન બન્યા

આઈપીએલ 2010 પહેલી સીઝન હતી જ્યારે કોઈ ભારતીયએ ઓરેંજ કેપ જીતી હોય. સચિન તેંડુલકરે 47.53ની એવરેજથી 618 રન બનાવ્યા જેમાં 5 ફીફ્ટી સામેલ છે. આગલા વર્ષે ક્રિસ ગેલે બેટિંગ ચાર્જમાં સૌથી ઉપર 12 ઈનિંગમાં 608 રન બનાવ્યા. ગેલે આ સિઝનમાં બેંગ્લોર માટે રમતાં 2 સદી અને 3 ફીફ્ટી લગાવી. ગેલે આગલા વર્ષે પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું અને ઓરેંજ કેપ જીતી. 2012માં તેમણે 733 રન બનાવ્યા, જે તે સમયે એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો.

2013માં ચેન્નઈ માટે રમતાં માઈક હસીએ ઠીક એવી જ રીતે રન બનાવ્યા જેવી રીતે પાછલા વર્ષે ગેલે બનાવ્યા હતા. 17 ઈનિંગમાં 95ના હાઈ સ્કોર સાથે 6 ફીફ્ટી લગાવી. તેઓ ટીમને ફાઈનલ સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા. પછી રોબિન ઉથપ્પાએ 2014ની સિઝનમાં પોતાનું ફોર્મ હાંસલ કર્યું. તેમણે રેકોર્ડ તોડ 660 રન બનાવ્યા, જે તે સમય સુધી એક આઈપીએલ સિઝનમાં એક ભારતીય દ્વારા ફટકારવામાં આવેલ સૌથી વધુ રન હતા. રોબિન ઉથપ્પાના શાનદાર ફોર્મને પગલે જ આ વર્ષે કોલકાતાઓ આઈપીએલ ટ્રોફી જીતી હતી. રોબિન ઉથપ્પા હાલ પણ કેકેઆર તરફથી ઓરેંજ કેપ જીતનાર એકમાત્ર ખેલાડી છે.

વોર્નરનો 3 વાર કબ્જો

વોર્નરનો 3 વાર કબ્જો

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પાસે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વખત ઓરેંજ કેપ જીતવાનો રેકોર્ડ છે. અત્યાર સુધી 3 વાર ઓરેંજ કેપ જીતી ચૂક્યા છે. તેઓ 2015, 2017 અને 2019માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. જો કે આ વર્ષોમા ટીમના અન્ય બેટ્સમેનોનું સમર્થન નહોતું મળ્યું અને તેમણે એકલા જ ટીમને જીત અપાવવાનો દમ દેખાડ્યો. 2015માં વોર્નરે 14 મેચમાં 156.54ની સ્ટ્રાઈક રેટથી 562 રન બનાવ્યા હતા.

પછી 2017માં વોર્નરે 4 મેચમાં 141.81ની સ્ટ્રાઈક રેટથી 641 રન બનાવી બીજીવાર ઓરેંજ કેપ જીતી હતી. વોર્નરનું બેટ સતત રન વરસાવતું રહ્યું હતું. તેમણે 2019માં 12 મેચમાં 143.85ની સ્ટ્રાઈક રેટથી 692 રન બનાવી ત્રીજીવાર ઓરેંજ કેપ જીતી હતી. જણાવી દઈએ કે વોર્નરે 2016માં પણ 17 મેચમાં 848 રન બનાવ્યા હતા. ત્યારે તેઓ બીજા સ્થાને હતા.

કોહલીના નામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

કોહલીના નામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

ભારત અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીનો એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલીએ 2016માં ઓરેંજ કેપ જીતી હતી. તેમણે 16 ઈનિંગમાં 81.08ની એવરેજથી 973 રન બનાવ્યા હતા. તેમણે આ સિઝનમાં 4 સદી અને 7 ફીફ્ટી ફટકારી અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મદદ કરી.

2018ની સિઝનમાં કેન વિલિયમસનના નામે 735 રન હતા, જ્યારે કુલ 8 ફીફ્ટી લગાવી હતી. ત્યારે તેઓ ટીમના કેપ્ટન હતા. તેમણે 52.50ની એવરેજ અને 142.44ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. પાછલા વર્ષની સિઝનમાં પણ એક કેપ્ટને ઓરેંજ કેપ જીતી હતી. કેએલ રાહુલે પંજાબ તરફથી સૌથી વધુ 55.83ની એવરેજથી 14 ઈનિંગમાં 670 રન બનાવ્યા. તેમણે 2020માં બેંગ્લોર સામે અણનમ 132 રનના ઉચ્ચ સ્કોર સાથે 1 સદી અને 5 ફીફ્ટી લગાવી હતી.

આ વખતે આઈપીએલમાં એકેય ટીમ હોમ ગેમ નહિ રમેઆ વખતે આઈપીએલમાં એકેય ટીમ હોમ ગેમ નહિ રમે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Orange Cap holders of all seasons of IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X