PAK vs UAE : હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે પાકિસ્તાની ટીમ મેચ માટે તૈયાર થઈ, જાણો પુરો ઘટનાક્રમ
PAK vs UAE : પાકિસ્તાન અને સંયુક્ત અરબ અમીરાત (UAE) વચ્ચેની ક્રિકેટ મેચમાં નાટકીય વળાંક જોવા મળ્યો છે. અફવાઓ હતી કે પાકિસ્તાન આ મેચ રમવાનો ઇનકાર કરશે પરંતુ હવે પાકિસ્તાન મેચ રમવા તૈયાર થઈ ગયુ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા પાકિસ્તાની ટીમને હોટેલ પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો.

પાકિસ્તાનની ટીમે મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને બદલવાની માંગ કરી હતી, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ માંગને સ્વીકારી નહોતી. પાકિસ્તાની ટીમ સમયસર સ્ટેડિયમ ન પહોંચતાં મેચ રદ થવાની અણી પર હતી.
પરંતુ હવે પાકિસ્તાનની ટીમ હોટેલથી સ્ટેડિયમ પહોંચી છે અને મેચ શરૂ થઈ ગયો છે. આ સમગ્ર વિવાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકાર વચ્ચેની મંત્રણાનું પરિણામ હોવાનું મનાય છે.
જણાવી દઈએ કે, આ મુકાબલામાં ઓમાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ થોડીવારમાં શરૂ થઈ જશે.












Click it and Unblock the Notifications
