ત્રીજી ટેસ્ટમાં રિદ્ધિમાન સાહાની જગ્યા લેશે પાર્થિવ પટેલ

Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટમાં પાર્થિવ પટેલ રિદ્ધિમાન સાહાની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન રિદ્ધિમાન સાહાને ઇજા થઇ હતી. તમને જણાવી દઇએ કે 32 વર્ષીય પાર્થિવ પટેલ 8 વર્ષ બાદ ભારતીય ટીમ માટે રમવા જઇ રહ્યા છે. તેમણે 20 ટેસ્ટ મેચોમાં 30 ની સરેરાશથી 683 રન બનાવ્યા છે.

parthiv

તમને જણાવી દઇએ કે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની બાકી ત્રણ મેચો માટે ટીમ ઇંડિયાનું એલાન મંગળવારે કરી દેવામાં આવ્યુ છે. ટીમમાં ગૌતમ ગંભીરને જગ્યા મળી નથી અને આ એક પરિવર્તન સિવાય ટીમમાં બીજો કોઇ બદલાવ નથી. તમને જણાવી દઇએ કે શનિવારે મોહાલીમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 8 થી 12 ડિસેમ્બર સુધી મુંબઇમાં અને પાંચમી ટેસ્ટ 16 થી 20 ડિસેમ્બર સુધી ચેન્નઇમાં રમાશે.

ટીમ આ પ્રમાણે છે

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, પાર્થિવ પટેલ, કરુણ નાયર, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સમી, ઉમેશ યાદવ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા.

English summary
Parthiv Patel to replace Wriddhiman Saha for the 3rd Test to be played against England in Mohali.
Please Wait while comments are loading...