For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા દમ પર ક્રિકેટ રમ્યો, કોઈની ભલામણથી આગળ નથી આવ્યોઃ યુવરાજ સિંહ

મારા દમ પર ક્રિકેટ રમ્યો, કોઈની ભલામણથી આગળ નથી આવ્યોઃ યુવરાજ સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પહેલીવાર ખુલીની પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. યુવરાજે જે યોગદાન આપ્યું તે ક્યારેય ભૂલાશે નહિ. વર્ષ 2007નો ટી20 વર્લ્ડ કપ કોણ ભૂલી શકે છે, જ્યારે તેમણે ઈંગ્લેન્ડના બેટ્સમેન સ્ટુઅર્ટ બૉર્ડને એક જ ઓવરમાં 6 સિક્સર ફટકાર્યા હતા. પછી 2007માં મેન ઑફ ધી સીરીઝ રહેતા ભારતને ખિતાબ જીતાવ્યો હતો. યુવરાજને જ્યારે મોકા મળવા ઓછા થઈ ગયા ત્યારે તેમણે સંન્યાસ લેવું જ યોગ્ય સમજ્યું. એક ચેનલને આપેલ ઈન્ટર્વ્યૂમાં તેમણે ભારતીય ટીમની સિલેક્શન કમિટી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વિદાય મેચ ન મળવાનું દુખ નથી કેમ કે જેટલું પણ રમ્યો ખુદના દમ પર રમ્યો છું.

મારા દુમ પર ક્રિકેટ રમ્યો

મારા દુમ પર ક્રિકેટ રમ્યો

તેમને પૂછવામાં આવ્યું કે શું વિદાઈ મેચ ન મળવાનું દુખ રહેશે તો યુવરાજે કહ્યું કે આવો કોઈ સવાલ જ પેદા નથી થતો કેમ કે હું જેટલું પણ ક્રિકેટ રમ્યો છું, તે ખુદના દમ પર રમ્યો છું. તેમણે કહ્યું કે, 'હું મારા દમ પર ક્રિકેટ રમ્યો છું. કોઈની ભલામણથી આગળ નથી વધ્યો. સંન્યાસ લેવાનો ફેસલો અઘરો હતો પરંતુ બધા જ ક્રિકેટરની જિંદગીમાં આ પળ આવે છે. મેં માથું ઉંચું કરીને સંન્યાસ લઈ લીધો. મેદાનથી વિદાય થાત તો જરૂર સારું હોત, પરંતુ આ ન થઈ શક્યું.'

કંઈક અફસોસ છે, સમય આવતાં ખુલાસો કરીશ

કંઈક અફસોસ છે, સમય આવતાં ખુલાસો કરીશ

આ ઉપરાંત યુવરાજે આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થિંક ટેન્ક અને સિલેક્શન કમિટી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ પહેલા યો-યો ટેસ્ટ પાસ કર્યો હતો, પરંતુ છતાં તેમને ટીમમાં જગ્યા ન મળી. જેના પર યુવરાજે કહ્યું કે કેમ સિલેક્ટ ન કર્યો તે સવાલ તમારે બીસીસીઆઈ અથવા ભારતીય કેપ્ટનને પૂછવો જોઈએ કે આખરે તેમની સોચ શું હતી. હું ઘણું ક્રિકેટ રમ્યો અને હા મારી જિંદગીમાં અફસોર છે, જેનો ખુલાસો હું સમય આવતાં કરીશ.

એક અફસોસનો ખુલાસો કર્યો

એક અફસોસનો ખુલાસો કર્યો

યુવરાજે પોતાની જિંદગી સાથે જોડાયેલ એક અફસોસનો જરૂર ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, 'મને એ વાતનો અફસોસ જરૂર છે કે ખેલાડીઓ સાથે સારો વ્યવહાર ન થયો. જ્યારે મેં વાપસી કરી તો 4-5 મેચમાં 800 જેટલા રન બનાવીને દીધા. તમે મને ટીમથી બહાર કરી દીધો. પછી તમે એક વર્ષ નંબર 4 માટે અંબાતી રાયડૂને અપનાવ્યો. વર્લ્ડ કપ પહેલા તે એક સિરીઝમાં સારું પ્રદર્શન ન કરી શક્યો તો તમે તેને પણ બહાર કરી દીધો. પછી તમે ઓપનર કેએલ રાહુલને નંબર 4 પર બેટિંગ કરાવી. પછી દિનેશ કાર્તિકને મોકો મળ્યો. કાર્તિકે કેટલાક મેચમાં સારું પ્રદર્શન કર્યું તો તેને હટાવીને રિષભ પંતને મોકો આપી દીધો.'

આ કારણે ધોનીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટી20 સિરીઝમાં જગ્યા ન મળીઆ કારણે ધોનીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટી20 સિરીઝમાં જગ્યા ન મળી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
played Cricket on my own, didn't came up with anyone's recommendation: Yuvraj Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X