CSK vs RR ધોની-જાડેજાની જોડી ના જીતાડી શકી મેચ, રાજસ્થાનને મળી ચૈન્નઇ વિરુદ્ધ તેના ઘરમાં જીત
CSK vs RR Match Highlights: આઇપીએલ 2023 માં 17 માં મેચમાં ચૈનઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જબરદસ્ત મેચ જામી હતી. જેમા ધોની અને જાડેજાની જોડી ગેમને છેલ્લા બોલ સુધી લઇ ગયા હતા. સંદિપ શર્માે રાઉંડ ધી વિકેટ પર જઇને જોરદાર છેલ્લો બોલ ફેક્યો જેનાર ધોનીએ 1 રન લઇ શક્યા હતા. અને તેની ટીમ 3 રનથી મેચ હારી ગઇ હતી.

ધોની જાડેજાની સદાબહાર જોડી- એક સમયે હાર તરફ આગળ વધી રહેલી ટીમને જાડેજા અને ધોનીએ જબરદસ્ત તાબડતોબ રન કર્યા હતા. છેલ્લા બોલમાં જીત માટે 5 રનની જરૂર હતી. આ જોડીએ કેટલુ સારુ રમી તેનો અંદાજ તેના પરથી આવી શકે કે છેલ્લી ત્રણ ઓવરમાં 54 રનની જરૂર હતી.
ધોનીએ 17 બોલમાં 32 રન અને જાડેજાએ 15 બોલમાં 25 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. પરંતુ તે જીતી શક્યા નહોતા આ સાથે જ રાજસ્થાનની ટીમે ચેન્નઇના મજબુત ગઢ ધ્વસ્ત કરી દિધો હતો. આ રાજસ્થાનની ચૌપોકમાં બીજી જીત છે.
આ પહેલા ટોસ હાર્ય બાદ પહેલા બેટિગ કરવા માટે આવેલી રાજસ્થાન રોયલ્સની ટીમે જોસ બટલર 52 અને દેવદત પંડિક્કલ 38, અશ્વીન30 અને હેટમાયર 30 નું યોગદાનના લીધે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન કર્યા હતા.
ચૈન્નઇની શરુઆત ધીમી રહી હતી તેના સ્ટાર ખેલાડી રુતુરાજ ગાયકવાડ 10 બોલમાં 8 રન બનાવીને સંદિપ શર્માની બોલ પર આઉટ થઇ ગયો હતો. સીઝનમાં ગાયકવાડે બહુ સારી શરુઆત આપી છે. સીએસકે તરફથી અંજિક્ય રહાણે 19 બોલમાં 31 ફટકાર્યા હતા.
રવિચંદ્રન અશ્વિને રહાણે અને શિવમ દુબેને આઉટ કર્યા હતા. તો એડમ જાપા અે મોઇન અલીએ 7 ઓવરમાં યુજવેન્દ્ર ચહરે અંબાતી રાયડૂને 1 રનમાં આઉટ કરી દિધો હતો. ચહલે સૌથી મોટો ઝટકો ડેવોન કોન્બેને આઉટ કરીને આપ્યો હતો. જેણે 38 બોલમાં 50 રન કર્યા હતા. ત્યારથી સીએસકેની વિકોટો પડવાનો સિલસિલો શરુ થયો હતો.
છેલ્લી ઓવરમાં સંદિપ શર્માએ નાખી હતી જેમા પહેલા બોલ પરરન ના આવ્યા પરંતુ બીજા બોલ પેડ પર લાગ્યો અને ધોનીને આસાનથી એક સિક્સર મળી હતી. આ જ ઓવરમાં વધારે ક સિક્સર વાગી હતી. ફરી એક રન મળ્યો હતો. છેલ્લા બોલ પર સિક્સરની જરૂર હતી. આ બોલ પર જીત માટે પાંચ રન જોઇતા હતા. ધોની યોર્કર પર એક જ રન બનાવી શક્યો હતો. અને સંદિપે છેલ્લી બાજી જીતી લીધી.












Click it and Unblock the Notifications
