For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા કપમાંથી રવિન્દ્ર જાડેજા આઉટ, ઘુંટણમાં થઇ ઇજા, અક્ષર પટેલની એન્ટ્રી

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને જમણા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. અક્ષર પટેલને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને જમણા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. અક્ષર પટેલને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. ભારતીય ટીમના લેફ્ટ આર્મ સ્પિનર અને લેફ્ટ આર્મ બેટ્સમેન રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. તેને મેચ દરમિયાન ઘૂંટણના ભાગમાં ઈજા પહોંચી હતી. તેની જગ્યાએ હવે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી કરી હતી.

Cricket

પાકિસ્તાન સામેના મેચમાં જાડેજાએ 29 બોલમાં 35 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તો બોલિંગમાં તેણે 2 ઓવરમાં માત્ર 11 રન જ દીધા હતા. હોંગકોંગ સામેના મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. તો શાનદાર થ્રો કરીને રનઆઉટ પણ કર્યો હતો. T20 ક્રિકેટમાં જાડેજા શાનદાર ફોર્મમાં રહેલો છે. આ વર્ષે તેણે 9 મેચમાં 50.25ની ઓવરેજથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 141.54ની રહી છે. તો બોલિંગમાં 9 મેચમાં 5 વિકેટ લીધી છે.

ભારતીય ટીમના અન્ય એક ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલે જાડેજાને રિપ્લેસ કર્યો છે. અક્ષર પટેલ એશિયા કપની 15 જણની ટીમમાં નહતો. જોકે તેને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. ત્યારે જાડેજાને ઈજા પહોંચતા તે હવે તેને રિપ્લેસ કરશે.

અક્ષર પટેલનો T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ સારો છે. તેણે 25 મેચમાં 7.34ની ઇકોનોમી સાથે 21 વિકેટ ઝડપી છે. તો બેટિંગમાં તેણે 137ની સ્ટ્રાઈક રેટથી 25 મેચમાં કુલ 147 રન કર્યા છે. ત્યારે આ રેકોર્ડને જોતા તેની પાસેથી રવીન્દ્ર જાડેજા જેવું પરફોર્મંસની આશા રાખવામાં આવી રહી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ravindra Jadeja out of Asia Cup due to knee injury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X