
જાડેજાએ શેયર કર્યો સૂતેલા ધોનીનો ફોટો, લોકોએ કહ્યું જાડું....
પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી 2017ની એક સારી શરૂઆત કરી છે. હવે ટીમ ઇન્ડિયા પડોશી દેશ શ્રીલંકા જોડે મેચ રમશે. જેની તૈયારી હાલ ટીમ ઇન્ડિયા કરી રહી છે. પણ તે પહેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો છે. જે હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો સૌથી વધારે ઘોનીના ચાહકોને પસંદ આવી રહ્યો છે કારણે કે તેમાં ધોની ખૂબ જ ક્યૂટ અંદાજમાં સૂતા જોવા મળી રહ્યા છે. ફોટોની નીચે જાડેજાએ લખ્યું છે કે ઘોની ઉઠે તે પહેલા લાવ તેમનો એક ફોટો લઇ લઉં!
તમને જણાવી દઇએ કે આ ફોટો ટીમ ઇન્ડિયા બીજી મેચ માટે જ્યારે લંડન જઇ રહી હતી ત્યારનો છે. અને લોકોએ આ ફોટોને જોઇને કહ્યું છે કે ધોની સૂતા પણ જબરા ક્યૂટ લાગે છે. ઉલ્લેખનીય છે કે ભારતને સેમીફાયનલ મેચમાં પહોંચવા માટે 2 મેચ જીતવી જરૂરી છે. ભારત પહેલા જ પાકિસ્તાન સામે જીતી ચૂક્યું છે. હવે તેની બીજી મેચ શ્રીલંકા સામે છે. શ્રીલંકા આ પહેલા દ. આફ્રિકા સામે હારી ચૂક્યું છે. માટે ભારત સામેની આ મેચમાં તેના જીતવું જરૂરી બની જાય છે તો સામે પક્ષે ભારત માટે પણ આ મેચ મહત્વની છે.
Before he wakes up lemme click picture.#roadtrip to #london #rajputboy
A post shared by Ravindrasinh Jadeja (@royalnavghan) on
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો