For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RCB vs KKR: મેક્સવેલ અને એબીડીની ધમાકેદાર ઈનિંગ, કોલકાતાને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ

RCB vs KKR: મેક્સવેલ અને એબીડીની ધમાકેદાર ઈનિંગ, કોલકાતાને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

આઈપીએલના 10મા મુકાબલામાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ધમાકેદાર મુકાબલો થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો, જો કે ખુદ કેપ્ટન વિરાટ કોહલી વરુણ ચક્રવર્તીની ફીરકીમાં ફસાઈ ગયા અને રાહુલ ત્રિપાઠીને શરૂઆતી ઓવરમાં જ કેચ આપી બેઠા. પછી રજત પાટીદાર પણ 1 જ રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો અને તે બાદ દેવદત્ત પડિક્કલ પ્રસિદ્ધ ક્રિશ્નાની પેસ સંભાળી ના શક્યા.

ipl 2021

પરંતુ બાદમાં ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની જોડીએ ધમાકેદાર ઈનિંગ રમી. ગ્લેન મેક્સવેલે 49 બોલમાં 78 રન બનાવ્યા. પેટ કમિંસના બોલ પર મેક્સવેલ હરભજન સિંહને કેચ આપી બેઠા હતા. જો કે બાદમાં એબી ડિવિલિયર્સનો સાથ નિભાવ્યો કાઈલ જેમિસને જેમણે 4 બોલમાં 11 રન બનાવ્યા, અને એબી ડિવિલિયર્સે છેલ્લા બોલ સુધી કોલકાતા બોલર્સને હંફાવ્યા. એબીડીએ 43 બોલમાં ધમાકેદાર 78 રન ખડકી દીધા. આમ મેક્સવેલ અને એબીડીની ધમાકેદાર ઈનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 204 રનનો સ્કોર ખડકી દીધો. કોલકાતા નાઈટ રાઈડર્સે જીતવા માટે 205 રન બનાવવાના પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
RCB vs KKR: Maxwell and ABD played fabulous inning, kolkata need 205 to win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X