For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs BAN: પંત કે સેમસન, રોહિતે શર્માએ જણાવ્યું ટી20 સીરિઝમાં કોણ હશે વિકેટકીપર

IND vs BAN: પંત કે સેમસન, રોહિતે શર્માએ જણાવ્યું ટી20 સીરિઝમાં કોણ હશે વિકેટકીપર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય સિલેક્ટર્સે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ઋષભ પંત અને સંજૂ સેસન તરીકે બે વિકેટકીપર પસંદ કર્યા છે. જેનાથી ફેન્સની સાથે જ પૂર્વ ક્રિકેટર્સના મનમાં પણ મોટો સવાલ પેદા થયો હતો કે ભારતીય ટીમ માટે કયો ખેલાડી સ્ટંપની પાછળ ઉભો રહેશે. શું ફરી એકવાર પંત પહેલી પસંદ હશે કે પછી ટેસ્ટની જેમ આ વખતે પણ તેણે બહાર બેસવું પડશે? પહેલી ટી20 મેચ પહેલા શનિવારે સ્ટેન્ડ-ઈન કેપ્ટન રોહિત શર્માએ તમામ શંકાઓ દૂર કરી દીધી. ચાર વર્ષ બાદ સંજૂ સેમસને ઘરેલૂ ટૂર્નામેન્ટમાં પોતાના શાનદાર ફોર્મના આધારે ટી20 ટીમમાં વાપસી કરી, જ્યારે ઋષભ પંત કે જેમને સિલેક્ટર્સે એમએસ ધોનીના ઉત્તરાધિકારીના રૂપમાં જોયો હતો, હજુ પણ ટીમ ઈન્ડિયામાં પોતાની યોગ્યતા સબિત કરવાની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યો છે.

રોહિતે પંત અને સેમસનમાંથી એકને પસંદ કર્યો

રોહિતે પંત અને સેમસનમાંથી એકને પસંદ કર્યો

પ્રી-મેચ પ્રેસ કોન્ફ્રેન્સમાં રોહિતે કહ્યું કે સેમસન અને ઋષભ બહુ પ્રતિભાશાળી છે, પરંતુ તેઓ આ સીરિઝમાં તેમના મુખ્ય વિકેટકીપર ઋષભ પંત સાથે જશે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીના પંતે માત્ર 15-20 મેચ રી છે, માટે યુવા વિકેટકીપર પર કોઈપણ ફેસલો થોપવો બહુ જલદી છે.

પંત પર રોહિતની પસંદગી

પંત પર રોહિતની પસંદગી

વધુમાં રોહિત શર્માએ કહ્યું કે 'પંતને સાથે લઈ રમશું, અને આ એજ ફોર્મેટ છે જેમાં તેમને માન્યતા આપી છે. થોડો સમય અમારે તેને મોકો આપતો રહેવો પડશે, અમે જાણીએ છીએ કે ખુદનો દિવસ હોય તો તે કેટલું સારું રમીને આગળ લઈ જઈ શકે છે.' 32 વર્ષીય રોહિત શર્માએ એમ પણ કહ્યું કે મુંબઈના ઑલરાઉંડર શિવમ દુબે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનું ડેબ્યૂ કરી શકે છે, પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. સંજૂ સેમસન પાસે પણ ચાર વર્ષ લાંબા પોતાના અંતરાલ પછી પહેલી મેચ રમવાનો મોકો છે.

જાણો રોહિત શર્માએ શું કહ્યું

જાણો રોહિત શર્માએ શું કહ્યું

રોહિત શર્માએ કહ્યું કે, અમે હજુ ગમે પહેલા થોડું આકલન કરશું. પરંતુ બંનેમાંથી એક નિશ્ચિત રૂપે રમી શકે છે. તમે પ્લેઈંગ ઈલેવનમાં જોઈ શકો છો. બધા માટે દરવાજા ખુલા છે. તેમણે કહ્યું કે કોઈપણ ગમે ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં આવી શકે છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ભારતીય ઓપનર ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. સીરિઝની પહેલી મેચ 3 નવેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણોક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rishabh pant is rohit sharma's choise as wicketkeeper agains bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X