For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિષભ પંતે ચાલુ કારથી કુદીને બચાવ્યો પોતાનો જીવ, જુઓ વીડિયો

જાકો રખે સૈયાં, માર સાકે ના કોઈ… આ કહેવત ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંતે સાબિત કરી બતાવી છે. રીષભ પંત શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યો છે.

|
Google Oneindia Gujarati News

જાકો રખે સૈયાં, માર સાકે ના કોઈ... આ કહેવત ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંતે સાબિત કરી બતાવી છે. રીષભ પંત શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યો છે. રિષભ પંતના અકસ્માતના સમાચારે તેના ચાહકોને મોટો આંચકો આપ્યો છે. આ અકસ્માતને કારણે તે હવે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેવુ પડી શકે છે.

રિષભ પંતની કાર બળીને ખાખ થઇ ગઇ

રિષભ પંતની કાર બળીને ખાખ થઇ ગઇ

રિષભ પંત સાથેનો આવો ભયંકર અકસ્માત જોઈને ઘણા ચાહકો ચોંકી ગયા છે. આવા ખતરનાક અકસ્માતમાં બચવું મુશ્કેલ છે. અકસ્માત કેટલો ભયંકર હતો તેનો અંદાજ રિષભ પંતની કારને જોઈને જ લગાવી શકાય છે. આગમાં પંતની કાર બળીને ખાખ થઈ ગઈ છે. આમ છતાં પંત સલામત અને સ્વસ્થ છે, તેને કોઈ ચમત્કારથી ઓછું ન કહી શકાય.

રિષભ પંતે બતાવી બહાદુરી

રિષભ પંતે બતાવી બહાદુરી

રિષભ પંતે યોગ્ય સમયે કારનો કાચ તોડીને બહાર કૂદી ગયો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. અકસ્માત સમયે પંતે પોતાના મન પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. પંતની આ બહાદુરી જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેને સલામ કરી રહ્યા છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર સ્પીડ સાથે પલટી મારતી જોવા મળી રહી છે.

વીડિયો થયો વાયરલ

પંતના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પંતના તમામ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રિષભ પંતના અકસ્માતના સમાચાર પછી ઘણા ક્રિકેટ દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થના કરી છે. આટલા ભયંકર અકસ્માતને પાર કર્યા બાદ પંત હાલમાં ઠીક છે. પંતને તેના કપાળ પર થોડા કટ, તેના ઘૂંટણની નજીક ફાટેલું લિગામેન્ટ અને તેની પીઠ પર ઉઝરડા પડ્યા હતા. પરંતુ તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rishabh Pant saved his life by jumping from a moving car, watch the video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X