RJ Mahvash : કોણ છે યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી આરજે મહવશ?
RJ Mahvash : હાલમાં જ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલ સાથે દેખાયા બાદ આરજે મહવશ હાલમાં સોશિયલ મીડિયા અને સમાચારોમાં ખુબ ચર્ચામાં છે.
યુઝવેન્દ્ર ચહલ સાથે મહવશના ફોટા વાયરલ થયા બાદ લોકો હવે તેના વિશે વધુ જાણવા ઉત્સુક છે. મહવશ એક જાણીતી રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે.

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશને એકસાથે સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. ત્યારથી જ તેમના ડેટિંગના અહેવાલો સામે આવી રહ્યા છે.
જો કે આ પહેલીવાર નથી કે ચહલ અને મહવશ સાથે જોવા મળ્યા હોય. આ અગાઉ પણ મહવશે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી, જેમાં ચહલ તેની સાથે જોવા મળ્યો હતો.
મહવશે પોતાનું કરિયર એક રેડિયો જોકી તરીકે શરૂ કર્યુ હતુ અને ઘણી મોટી એફએમ ચેનલ પર કામ કર્યું છે. પરંતુ પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાનું સ્થાન બનાવ્યું. તેના પ્રૅન્ક અને ફની વીડિયો લોકોમાં ખૂબ પ્રચલિત છે, જેનાથી તે લોકપ્રિય થઈ છે અને લાખો લોકો તેને ફોલો કરે છે.
અહેવાલો મુજબ, આરજે મહવશને બિગ બોસ 14 માટે ઓફર મળી હતી, પરંતુ તેણે તે નકારી કાઢી. એટલું જ નહીં બોલિવૂડમાંથી પણ તેને ઘણી ઓફરો મળી છે, પણ તેણે તેના કન્ટેન્ટ અને સોશિયલ મીડિયા કરિયરમાં ધ્યાન આપવાનું પસંદ કર્યું છે.
મહવશ માત્ર એક આરજે નહીં પણ એક જાણીતા કન્ટેન્ટ ક્રિએટર છે, જે યુવાનોમાં ખાસ પ્રખ્યાત છે. તેના મજેદાર અને મનોરંજક વીડિયોઝ તેને લોકોમાં લોકપ્રિય બનાવે છે. હાલમાં યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના ફોટા વાયરલ થતા તે વધુ ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
