IND vs ENG: ટેસ્ટમાં રોહિત સારા ઓપનર નથી, વીવીએસ લક્ષ્મણ થયા લાલચોળ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માએ કેટલીય વખત ટીમ ઈન્ડિયાને મોટા-મોટા મેચમાં જીત અપાવી છે. રોહિત દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે. પરંતુ પાછલા થોડા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી જેને પગલે તેમના પર સવાલો પણ સતત ઉઠી રહ્યા છે.
રોહિત શર્મા ઉપર ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે એક મોટું નિવેદન આપ્યું ચે. ઈએસપીએન ક્રિકઈન્ફો સાતે વાત કરતાં વીવીએસ લક્ષ્મણે કહ્યું કે રોહિત શર્મા સફેદ બોલની મેચમાં જેટલા સારા ઓપનર છે તેટલા સારા ઓપનર ટેસ્ટ મેચમાં નથી. તેમણે કહ્યું કે સફોદ બોલથી રોહિતનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે પરંતુ લાલ બોલમાં તેઓ એક્સપ્રેસિવ નથી રહ્યા. ખાસ કરીને વિદેશી પિચ પર.
રોહિત શર્મા પર બધાની નજર
રોહિત શર્મા સીમિત ઓવર ક્રિકેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન છે. પરંતુ જ્યારે વાત ટેસ્ટ ક્રિકેટની આવે છે તો રોહિતનું પ્રદર્શન થોડું નિરાશ કરનારું છે. ખાસ કરીને વિદેશમાં તો રોહિતનું પ્રદર્શન થોડું નિરાશ કરે છે. ખાસ કરીને વિદેશમાં તો રોહિતનું બેટ અત્યાર સુધી કંઈપઁ સદા લગાવવામાં નાકામ રહ્યા છે. એવામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ નજર તેમના પર ટકી રહેશે.
આવી રહી પહેલા દિવસની ગેમ
પહેલા દિવસના મુકાબલામાં ટોસ જીતી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત બહુ ખરાબ રહી. ભારતીય ટીમના બેટ્સમેનોએ જબરદસ્ત બોલિંગ કરી અને મેચની પહેલી ઈનિંગમાં 64.4 ઓવરમાં ઈંગ્લેન્ડને 183 રન પર ઓલઆઉટ કરી દીધા. ભારત માટે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ચટકાવી. શમીએ 3 વિકેટ હાંસલ કરી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ ખેરવી લીધી. પહેલા દિવસનો ખેલ સમાપ્ત થવા સુધી ટીમ ઈન્ડિયાએ 13 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા. ગેમના બીજા દિવસે કેએલ રાહુલ (9) અને રોહિત શર્મા (9) રન બનાવી અણનમ રહ્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પાઈનલમાં બેઅસર રહેલા બુમરાહે પોતાનો લય દેખાડ્યો અને 46 રન આપી ચાર વિકેટ ખેરવી. ટીમના ત્રણ અન્ય પેસર મોહમ્મદ શમીએ 28 રન આપી ત્રણ વિકેટ જ્યારે શાર્દુલ ઠાકુરે 31 રન આપી બે વિકેટ અને મોહમ્મદ સિરાજે 48 રન આપી એક વિકેટ ચટકાવી હતી.
ભારત માટે બીજા દિવસની શરૂઆત ખરાબ થઈ હતી, કેમ કે રોહિત શર્મા 36 રન બનાવી સેમ કુર્રનને કેચ આપી બેઠા. ચેતેશ્વર પુજારા 4 રનમાં જ જોસ બટલરને કેચ આપી બેઠા અને વિરાટ કોહલી ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા. જ્યારે અજિંક્ય રહાણે 5નો સ્કોર બનાવી રન આઉટ થઈ ગયા હતા. હવે રિષભ પંત (7) અને કેએલ રાહુલ (57) આગળની ઈનિંગ સંભાળશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો