યુવી અને સાગરિકાની તસવીર વાયરલ, શું કહ્યું પત્ની હેઝલે?

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના મુંબઇના રિસેપ્શનમાં ક્રિકેટ અને ફિલ્મી જગતની અનેક હસ્તીઓ જોવા મળી હતી અને સૌએ આ ફંક્શનમાં ખૂબ મજા માણી હતી. આ રિસેપ્શનના ફોટોગ્રાફ્સ અને વાતો હજુ પણ સોશ્યલ મીડિયાપર વાયરલ થઇ રહી છે. વિરાટ કોહલીના મિત્રો અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અહીં પોતાની પત્નીઓ સાથે પહોંચ્યા હતા. અહીં ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે પહોંચ્યા હતા. યોગાનુયોગ યુવરાજ સિંહ અને સાગરિકાના આઉટફિટના રંગ મેચ થઇ ગયા હતા.

Cricket

યુવરાજ સિંહ અહીં મરૂન રંગના કુર્તામાં જોવા મળ્યા હતા, જેની પર ગોલ્ડન એમ્બ્રોઇડરી હતી અને સાગરિકા ઘાટગે પણ મરૂન અને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી. આ બંનેએ સાથે તસવીર પણ પડાવી હતી, જે સાગરિકા ઘાટગેએ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં સાગરિકાએ લખ્યું છે, યુવરાજ સિંહ સાથે ટ્વિનિંગ. હેઝલ તને યાદ કરી. આ તસવીર પર યુવરાજની પત્ની હેઝલે પણ ઘણી મજેદાર ટિપ્પણી કરી છે. તેણે લખ્યું છે, સંતુલન જાળવવા માટે મારે પણ ઝહીર ખાન સાથે પોતાના કપડા મેચ કરવા જોઇતા હતા. સાગરિકા અને યુવરાજની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે

Social media

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sagarika Ghatge share photo with Yuvraj Singh from Virushka reception, Hazel Keech comments.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.