Seema Kanyal : ઈન્ફ્લૂએન્સર સીમા કન્યાલે ભારતીય ક્રિકેટરને લઈને ચૌકાવનારો દાવો કર્યો, જુઓ વીડિયો
Seema Kanyal : સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર સીમા કન્યાલે ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર સામે વિસ્ફોટક દાવો કરતા ચકચાર મચી ગઈ છે.
સીમાએ જણાવ્યું કે એક ક્રિકેટર તેને સતત ડાયરેક્ટ મેસેજ મોકલતો હતો અને તેની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતો હતો. આ ક્રમ લગભગ 6-7 મહિના સુધી ચાલ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન સીમાએ આ આક્ષેપો કર્યા, જો કે ક્રિકેટરનું નામ જાહેર ન કર્યુ. સીમાએ માત્ર એટલું કહ્યું કે આ ખેલાડી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છે અને પરણિત છે. તેણે ઉમેર્યું કે, હું એક શૂટ પર હતી, જ્યારે ઘરે આવી ત્યારે જોયું કે દર બે કલાકે 3-4 મેસેજ આવી રહ્યા હતા. કોઈ ભારતીય ક્રિકેટર સ્ટોકિંગ કરતો હોય તે યોગ્ય વાત નથી.
સીમા કન્યાલે આ મામલો જાહેર કરતાં જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકો જુદા-જુદા ક્રિકેટરોના નામોને લઈ અનુમાન લગાવતાં જોવા મળ્યા. જો કે, સીમાએ આ મુદ્દે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.
સીમા કન્યાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે તેના પ્રવાસ અને ફેશન સંબંધિત તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સીમાને પાંચ લાખથી વધુ લોકો ફોલો કરે છે.
આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન અથવા સંબંધિત ખેલાડી તરફથી આવ્યું નથી. હવે જોવું રહ્યું કે આ વિવાદ કઈ દિશામાં આગળ વધે છે.












Click it and Unblock the Notifications
