For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: રાહુલ- અય્યરની તોફાની ઈનિંગે દિગ્ગજોને પણ પાછળ છોડ્યા

IND vs NZ: રાહુલ- અય્યરની તોફાની ઈનિંગે દિગ્ગજોને પણ પાછળ છોડ્યા

|
Google Oneindia Gujarati News

હેમિલ્ટનઃ ભારતે ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ઓડીઆઈ મેચની સીરિઝનો આજે પહેલો મુકાબલો રમાયો. 50 ઓવરમાં ભારતીય ટીમે 348 રન બનાવ્યા. આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી પહેલા બોલિંગનો ફેસલો લીધો જે બાદ જવાબમાં ભારતે મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉની યુવા જોડી સાથે સારી શરૂઆત કરી. બંનેએ પહેલી વિકેટ માટે 50 રન જોડ્યા. જો કે તેના તરત બાદ 20 રન બનાવી પૃથ્વી શૉ આઉટ થયો અને 32 રન બનાવીને મયંક અગ્રવાલ પણ આઉટ થઈ ગયો.

ભારતને મળ્યા નંબર 4 અને 5ના બેટ્સમેન

ભારતને મળ્યા નંબર 4 અને 5ના બેટ્સમેન

જે બાદ કેપ્ટન કોહલી અને શ્રેયસ અય્યરની જોડીએ મેદાન પર જબરદસ્ત રન બનાવ્યા અને પાર્ટનરશિપમાં સદી ફટકારી. કોહલીએ 51 રન બનાવ્યા અને તે સોઢીની બોલ પર આઉટ થઈ ગયા. પરંતુ તે બાદ મેચ સંપૂર્ણપણે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરના નામે રહ્યો જેમણે સેડાન પાર્કની ચારો તરફ શૉટ મારતા ન્યૂઝીલેન્ડમા ંભારે બીજો સર્વોચ્ચ સ્કોર બનાવી દીધો. આ દરમિયાન ઐય્યરે પોતાના કરિયરની પહેલી વનડે સદી પણ ફટકારી. તેમણે 107 બોલમાં 103 રનની ઈનિંગ રમી.

ઐય્યરે ધવનને પણ પાછળ છોડ્યો

ઐય્યરે ધવનને પણ પાછળ છોડ્યો

અય્યર વિશ્વ કપ બાદથી ભારતના સૌથી નિરંતર બેટ્સમેનમાંથી એક રહ્યા છે. તેમની આ સદી ત્યારે બની જ્યારે ભારત રોહિત શર્મા અને શિખર ધવન વિના જ મુકાબલામાં રમવા માટે ઉતરી. ન્યૂઝીલેન્ડ સામે આ બીજો સર્વોચ્ચ વનડે સ્કોર રહ્યો. અગાઉ વીરેન્દ્ર સહેવાગે 2009માં 125 રનોની અણનમ ઈનિંગ રમી હતી. અય્યરે 2015માં ન્યૂઝીલેન્ડમાં બનાવેલ 100 રનને હવે ત્રીજા નબરે ખિસકાવી દીધા છે.

રાહુલ અને અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી

રાહુલ અને અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી

અય્યર આઉટ થયા બાદ રાહુલે મોર્ચો સંભાળી લીધો જેમણે 64 બોલમાં 88 રનની ઈનિંગ રમી જેમાં 6 છગ્ગા લગાવ્યા. નંબર પાંચ પર ઉતરેલો આ બેટ્સમેન હાલ ટીમનો સૌથી ઉપયોગી બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. કીવીલેન્ડ સામે રાહુલનો આ સ્કોર ભારત માટે ચોથો સર્વોચ્ચ સ્કોર છે. રાહુલ અને અય્યરે 136રનની ભાગીદારી કરી હતી જે ચોથી વિકેટ માટે હતી. આ મામલે ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગે 201 રનની ભાગીદારી કરી હતી. રાહુલ-અય્યરની ભાગીદારીએ 2014માં ધોની અને જાડેજા દ્વારા કરવામા આવેલ છઠ્ઠા વિકેટ માટે 127 રનની ભાગીદારીને પાછળ છોડી દીધી જે ન્યૂઝીલેન્ડમાં બનાવાવમાં આવી હતી.

IPL 2020: આટલી છે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની સેલરીIPL 2020: આટલી છે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની સેલરી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
shreyas iyer and kl rahul built second highest score against new zealand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X