For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુભમન ગિલે ગુજરાત ટાઈટન્સનો સાથ છોડ્યો, ફ્રેન્ચાઇઝીએ કર્યુ ટ્વીટ

ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું. યુવા ઓપનર શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે ફાઇનલ મેચમાં પણ ઉપયોગી ઇનિં

|
Google Oneindia Gujarati News

ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું. યુવા ઓપનર શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે ફાઇનલ મેચમાં પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. હવે ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ વિશે એક એવું ટ્વિટ કર્યું છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે.

Shubhman Gill

ગુજરાત ટાઇટન્સે ટ્વીટ કર્યું છે, તે મુજબ શુભમન ગિલે ફ્રેન્ચાઈઝનો સાથ છોડ્યો છે. ગુજરાત ટાઇટન્સે ગિલને ટેગ કરીને લખ્યું, 'તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે આપને શુભેચ્છા.

શુભમન ગિલે તેની IPL કારકિર્દીના પ્રથમ થોડા વર્ષો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વિતાવ્યા હતા. IPL 2022ની હરાજી પહેલા ગિલને નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ દ્વારા રૂ. 8 કરોડમાં સાઇન કરવામાં આવ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 132.33ના સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ચાર અડધી સદી ફટકારી, જેમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર 96 રનનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં ગીલે 43 બોલનો સામનો કરીને કુલ 45 રન બનાવ્યા હતા.

હાલમાં શુભમન ગિલનું ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે. ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે બંનેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ પસંદ કરવામાં આવ્યા હતા. શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ અને 9 વન-ડે રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં શુભમન ગીલે 30.47ની એવરેજથી 579 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે. જ્યારે ગીલના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 71.28ની એવરેજથી 499 રન નોંધાયેલા છે. ગિલે વન-ડે ઈન્ટરનેશનલમાં 1 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Shubman Gill has left Gujarat Titans, the franchise tweeted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X