For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Suryakumar Yadav : સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગ, ફટકારી 15 બાઉન્ડ્રી

હાલ સૂર્યકુમાર યાદવ પોતાની ધુઆંધાર બેટિંગને કારણે ભારતીય ટીમનો સૌથી ચર્ચામાં રહેલો બેટ્સમેન છે.

|
Google Oneindia Gujarati News

Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવને મોટી જવાબદારી મળી છે. જે વચ્ચે સૂર્યકુમારના બેટમાંથી સતત રનનો વરસાદ થઇ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ મુંબઇ તરફથી રમી રહ્યો છે. જેમાં તેણે શાનદાર બેટિંગ કરને 95 રન બનાવ્યા છે. જોકે તે સદી ચૂકી ગયો હતો. હાલ સૂર્યકુમાર યાદવ પોતાની ધુઆંધાર બેટિંગને કારણે ભારતીય ટીમનો સૌથી ચર્ચામાં રહેલો બેટ્સમેન છે.

શ્રીલંકા સામેની શ્રેણીમાં મળી મોટી જવાબદારી

શ્રીલંકા સામેની શ્રેણીમાં મળી મોટી જવાબદારી

સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની આગામી T20I શ્રેણી માટે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને ટી-20સિરીઝ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટી20 ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમારે વર્ષ 2022માં શાનદાર બેટિંગ કરી હતી અને બીસીસીઆઈએ તેને ઈનામ આપ્યું હતું.

સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગ

સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગ

સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેની કપ્તાનીમાં રમતા સૂર્યકુમાર યાદવે અદ્દભૂત બેટિંગ કરી હતી. મુંબઈની ટીમે પ્રથમ દાવમાં 230 રનબનાવ્યા હતા.

સૌથી વધુ રન સૂર્યકુમારે બનાવ્યા હતા. તેણે 107 બોલનો સામનો કર્યો અને 14 ફોર, 1 સિક્સ ફટકારી હતી. તે માત્ર 5રનથી સદી ચૂકી ગયો હતો.

ખાસ વાત એ છે કે, સૂર્યકુમારે બાઉન્ડ્રી પરથી જ 15 બોલમાં 62 રન બનાવ્યા હતા. મેદાન પર ફરી એકવારઝંઝાવાતી બેટિંગ જોવા મળી હતી. સૂર્યકુમાર સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.

સૌરાષ્ટ્ર પાસે છે 179 રનની લીડ

સૌરાષ્ટ્ર પાસે છે 179 રનની લીડ

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં સૌરાષ્ટ્રના કેપ્ટન અર્પિત વસાવડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યોહતો.

ટીમનો પ્રથમ દાવ 289 રનમાં સમેટાઈ ગયો હતો. અર્પિતે સૌથી વધુ 75 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ શમ્સ મુલાનીએ 4વિકેટ ઝડપી હતી.

જે બાદ મુંબઈની ટીમ પ્રથમ દાવમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ ડોડિયાએ4-4 વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રે બીજા દિવસે સ્ટમ્પ સુધી બીજા દાવમાં 6 વિકેટે 120 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર પાસે કુલ 179 રનની લીડ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sizzling batting from Suryakumar yadav in Ranji Trophy 2022-23, hitting 15 boundaries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X