For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ક્રિકેટ ટીમની 'વિરાટ કોહલી' છે સ્મૃતિ મંધાના..

મહિલા ક્રિકેટઃ સ્મૃતિ મંધાના ઇન્ટરનેશનલ વન ડે મેચમાં બેવડી સદી ફટકારનાર પહેલી અને એક માત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમવામાં વ્યસ્ત છે, ત્યાં બીજી બાજુ મહિલા ક્રિકેટ આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 રમવામાં વ્યસ્ત છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ પોતાના શાંત વલણ અને રમતને કારણે ચર્ચામાં છે. વળી, મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં દેશની ટીમ દેશનું અને મહિલાનું ગૌરવ વધારતાં અનેક રેકોર્ડ્સ બનાવી રહી છે. કપ્તાન મિતાલી રાજ બાદ હવે મહિલા ટીમની 'વિરાટ કોહલી' કહેવાતી ખેલાડી સ્મૃતિ મંધાનીનું નામ ચર્ચામાં આવ્યું છે.

smriti mandhana

20 વર્ષીય સ્મૃતિ મંધાનીએ આઇસીસી મહિલા વિશ્વ કપની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 106 રન સાથે સદી ફટાકરી હતી. સ્મૃતિએ 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે આ વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. વિશ્વ કપની પહેલી મેચમાં પણ સ્મૃતિ મંધાનાએ 72 બોલમાં 92 રન ફટકારી ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને બીજી મેચમાં સ્મૃતિ 106 રનની સદી સાથે નોટ આઉટ રહી.

સ્મૃતિ મંધાનાનું નામ પ્રથમ વાર વર્ષ 2013માં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેણે ઇન્ટરનેશનલ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાના આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પહેલી અને એક માત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે.

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની પેહલી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી, જેમાં ભારત 35 રનથી વિજેતા સાબિત થયું હતું. ભારતની બીજી મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે હતી, જેમાં ભારત 7 વિકેટથી વિજેતા સાબિત થયું. બંન્ને મેચોમાં સ્મૃતિ મંધાનાનું મહત્વપૂર્ણ યોગદાન હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Women's Cricket: Smriti Mandhana is the only indian woman to Score double century in ODI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X