For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે

IPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ સંયુક્ત રાષ્ટ્ર અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાનાર આઈપીએલની 13મી સીઝનમાં ખેલાડીઓ અને સ્ટાફ માટે સખ્ત ટેસ્ટિંગ પ્રક્રિયા રાખી છે, જેમણે યૂએઈમાં ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ઓછામા ઓછા 4 ટેસ્ટ પાસ કરવા પડશે અને એક અઠવાડિયું ક્વોરેનાટાઈનમાં રહેવું પડશે.

53 દિવસનો હશે ટૂર્નામેન્ટ

53 દિવસનો હશે ટૂર્નામેન્ટ

આઈપીએલે ટેસ્ટિંગ પ્રક્રિયાનું વિવરણ અને SOPના ડ્રાફ્ટ દસ્તાવેજને ફ્રેન્ચાઈજી ટીમ સાથે શેર કરી છે. એસઓપીમાં જણાવવામાં આવ્યું કે 53 દિવસના આ ટૂર્નામેન્ટ દરમિયાન યાત્રા, રોકાણ અને ટ્રેનિંગ માટે શું કરવું પડશે શુ નહિ કરવું તે જણાવવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના મેચ ત્રણ સ્થળે થશે દુબઈ, આબુ ધાબી અને શારજાહમાં રમાશે.

20 ઓગસ્ટ બાદની યાત્રા

20 ઓગસ્ટ બાદની યાત્રા

બીસીસીઆઈએ હજી ટૂર્નામેન્ટની ઘોષણા નથી કરી અને તેને ભારત સરકારથી ટૂર્નામેન્ટને યૂએઈમાં કરાવવા માટે ઔપચારિક મંજૂરીનો ઈંતેજાર છે. સમજવામાં આવે છે કે ટીમોને ન્યૂનતમ દળ સાથે યાત્રા કરવા કહેવામાં આવ્યું છે અને તેઓ 20 ઓગસ્ટ બાદથી જ યાત્રા કરી શકે છે.

દરેક ટીમ સાથે ડૉક્ટર હશે

દરેક ટીમ સાથે ડૉક્ટર હશે

SOPમાં આઈપીએલે ટીમના સભ્યોના પરિવારોને યૂએઈની યાત્રા કરવાની મંજૂી આપી દીધી છે પરંતુ તેમણે જૈવિક વાતાવરણમાં રહેવું પડશે. જો કે આ મામલે અંતિમ ફેસલો ફ્રેન્ચાઈજનો રહેશે. આઈપીએલે દરેક ટીમ સાથે એક ડૉક્ટર રાખવા ફરજીયાત કરી દીધા છે જેથી ફ્રેન્ચાઈજને ખતરો ઘટાડવામાં મદદ મળે અને કોરોનાને લઈ ટીમને જાગરૂક રાખી શકાય.

રવાના થતા પહેલા કોરોનાના 2 ટેસ્ટ

રવાના થતા પહેલા કોરોનાના 2 ટેસ્ટ

એસઓપી મુજબ આઈપીએલે તમામ ફ્રેન્ચાઈજીને કહ્યું છે કે યૂએઈ માટે રવાના થતા પહેલા બધા સભ્યોના બે ટેસ્ટ થવા જોઈએ. આ બંને ટેસ્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ 24 કલાકના અંતરાલમાં કરાવવા પડશે. આ ટેસ્ટ એવા શહેરમાં કરાવવા પડશે, જ્યાં ખેલાડીઓ અને સ્ટાફ યૂએઈ માટે ફ્લાઈટ પકડતા પહેલા એકઠા થશે. બીજી ટેસ્ટની અવધી ઓછામા ઓછી 4 દિવસ એટલે કે 96 કલાક રહેવી જોઈએ, જેમાં યૂએઈ પહોંચવાની તારીખ પણ સામેલ છે.

2 ટેસ્ટ નેગેટિવ આવવા ફરજીયાત

2 ટેસ્ટ નેગેટિવ આવવા ફરજીયાત

બંને ટેસ્ટ નેગેટિવ આવવા પર જ ખેલાડી અને સ્ટાફ ફ્લાઈટ પકડી શકે છે. જો કોઈ સંક્રમિત થાય છે તો તેને ભારત સરકારના નિર્દેશો મુજબ 14 દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. જે બાદ એ વ્યક્તિએ બે નવા ટેસ્ટથી પસાર થવું પડશે અને તેનું પરિણામ નેગેટિવ આવવું જોઈએ ત્યારે જ તેએ યૂએઈમાં પોતાની ટીમ સાથે જોડાઈ શકશે.

ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે

ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે

ટીમ યૂએઈ પહોંચ્યા બાદ તમામ સભ્યોનો એરપોર્ટ પર વધુ એક ટેસ્ટ થશે, જે બાદથી જ તે ટીમ હોટલ પહોંચશે. અહીંથી આઈપીએલનો ટેસ્ટિંગ પ્રોટોકોલ શરૂ થઈ જશે. પ્રોટોકોલ મુજબ દરેક ટીમે પોતાની હોટલમાં સાત દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનથી પસાર થવું પડશે.

આ અઠવાડિયા દરમિયાન દરેક સભ્યના ત્રણ વાર એટલે કે પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે ટેસ્ટ થશે. આ તમામ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યા બાદ જ ટીમ પોતાની ટ્રેનિંગ શરૂ કરી શકે છે. જે બાદ તમામ ટીમ સભ્યોના દરેક અઠવાડિયાના પાંચમા દિવસે ટેસ્ટ થશે.

કેટલીક ખાસ વાતો

કેટલીક ખાસ વાતો

  • પરિવારને યાત્રાની મંજૂરી મળી પણ અંતિમ ફેસલો ટીમ ફ્રેન્ચાઈજનો રહેશે.
  • ખેલાડીઓએ 96 કલાકના ટેસ્ટના નેગેટિવ પરિણામને સાથે લઈ ચાલવું પડશે.
  • જો ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પોઝિટિવ થાય છે તો તે ખેલાડીને હોટલના સેનેટાઈઝ રૂમમાં આઈસોલેટ કરવામાં આવશે.
  • ખેલાડીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવો પડશે
  • દરેક ખેલાડીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત છે.

VIVO નહિ હોય IPL 2020 ની ટાઈટલ સ્પોન્સર, વિરોધ બાદ નિર્ણય લેવાયોVIVO નહિ હોય IPL 2020 ની ટાઈટલ સ્પોન્સર, વિરોધ બાદ નિર્ણય લેવાયો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
SOP for IPL players and staff announced, 4 coronavirus test is mandatory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X