યુવીની વાપસીથી ગાંગુલી ખુશ, જાણો શું કહ્યુ

Subscribe to Oneindia News

15 જાન્યુઆરીથી ઇંગ્લેંડ સામે પૂનામાં શરુ થનારી એક દિવસીય સીરિઝ માટે આ વખતે યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી છે. પૂરા ત્રણ વર્ષ બાદ ટીમ ઇંડિયામાં વાપસી કરનાર યુવરાજની પસંદગીને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સૌરવે કહ્યુ કે એ સારી વાત છે કે યુવરાજને બંને ફોર્મેટમાં જગ્યા મળી છે. હું આશા રાખુ છુ કે તે લોકોને નિરાશ નહિ કરે.

yuvi

ખાસ વાતો:

યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી.

• 27 માર્ચ 2016 માં તેણે મોહાલીમાં ટી-20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી પરંતુ ત્યારબાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો.

• ત્યારબાદ પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યુ હતુ. તેણે રણજી સત્રમાં પંજાબ તરફથી 5 મેચોમાં 672 રન બનાવીને પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

English summary
Sourav Ganguly backed Yuvraj Singh to get some runs in the limited overs cricket series against England after he was included in the team
Please Wait while comments are loading...