વાંચો: ICC ક્રિકેટ વર્લ્ડકપની ખાસ ચોંકાવનારી વાતો
નવી દિલ્હી, 23 માર્ચ: આ વખતનો આઇસીસી વિશ્વકપ 2015 પાછલા વિશ્વકપ કરતા ખૂબ જ અલગ અને ખાસ છે. આ વખતના વર્લ્ડકપની ખાસ વાત છે કે તે રેકોર્ડભરેલો છે, એટલે કે ઘણી ટીમોએ તેમાં નવા રેકોર્ડ બનાવ્યા છે, તો બોલરોએ અને બેટ્સમેને ઘણા રેકોર્ડ તોડ્યા પણ છે. અમે અમારા આ લેખમાં આપને એવી બાબતોથી અવગત કરાવીશું કે આ વખતનો વિશ્વકપ શા માટે છે ખાસ.
એક નજર કરો નીચે આપેલી વાતો પર...
- વિશ્વકપ ૨૦૧૫માં અત્યાર સુધી ૪૬ મેચ થઇ રમાઇ ચૂકી છે અને આટલી મેચમાં ૨૨૦૨૧ રન બની ગયા છે જે પાછલા ૧૦ વિશ્વકપ ટૂર્નામેંટને પાર કરી ચૂક્યા છે.
- દક્ષિણ આફ્રિકી મહાદ્વીપમાં ૨૦૦૩મા રમાયેલા વિશ્વકપમાં પહેલીવાર કુલ રનોનો આંકડો ૨૦,૦૦૦ની પાર પહોંચી ગયો, જોકે તે વિશ્વકપ ઈતિહાસમાં એક સૌથી વધુ ૫૪ મેચ પણ રમાઇ હતી.
- ૩૦૦થી વધારેનો સ્કોર પહેલા વિશ્વકપ ૧૯૭૫માં પણ ચાર વખતમાં બન્યો હતો પરંતુ આ વિશ્વકપમાં તો ૩૦૦થી વધારેનો સ્કોર કરી રેકોર્ડ જ તોડી નાખ્યો.
- આ વિશ્વકપમાં ૨૭ પારીયોમાં ૩૦૦થી વધારેનો સ્કોર બની ગયો છે જે પહેલા વિશ્વકપ ૨૦૧૧(૧૭ વાર )થી બહુ જ આગળ છે.
- આ વખતે અત્યાર સુધી ૩૭ સદીઓ લાગી ચુકી છે. જે પાછળની ૨૪ સદીની તુલનામાં ઘણી વધારે છે.
- વિશ્વકપમાં ગેરી ક્રસ્ટન ( અણનમ ૧૮૮ રન )નો ૧૯ વર્ષ જુનો સર્વોચ્ચ ખાનગી સ્કોરનો રેકોર્ડ ના માત્ર બે-બે વાર તૂટ્યો પરંતુ વિશ્વકપની ડબલ સદી લાગવાનો વિક્રમ પણ સર્જાયો.
આવો નજર કરીએ વિશ્વકપની પાછલી પાંચ ટૂર્નામેંટમાં બેટીંગના રેકોર્ડ પર....

વિશ્વ કપ-૧૯૯૯ :
મેચ -૪૨, રન-૧૬૭૧૯, વિકેટ-૫૭૯, ૩૦૦+ સ્કોર ( ૩ ), સદી -૧૧

વિશ્વ કપ-૨૦૦૩ :
મેચ -૫૪, રન -૨૦૪૪૧ વિકેટ-૭૩૪ ,૩૦૦+ સ્કોર ( ૯ ) ,સદી -૨૧

વિશ્વ કપ-૨૦૦૭ :
મેચ -૫૧, રન -૨૧૩૩૩,વિકેટ -૭૨૨, ૩૦૦ + સ્કોર (૧૬) ,સદી -૨૦

વિશ્વ કપ-૨૦૧૧ :
મેચ -૪૯ , રન -૨૧૩૩૩,વિકેટ -૭૩૧, ૩૦૦ + સ્કોર (૧૭) ,સદી -૨૦

વિશ્વ કપ-૨૦૧૫ :
મેચ -૪૬ , રન -૨૨૦૨૧ ,વિકેટ -૬૭૪, ૩૦૦ + સ્કોર (૨૭ ) ,સદી -૩૭
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો