For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC: Ind Vs Pakની મેચમાં કેવો રહેશે મોસમનો હાલ, મેલબોર્નમાં વરસાદના આસાર

ટી20 વર્લ્ડકપ ચાલુ થઇ ગયો છે. આ સાથે હવે લોકો ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની મોસ્ટ અવેઇટેડ મેટ 23 ઓક્ટોમ્બરે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઉલ્લેખનિય છેકે ભારત અને ન્

|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપ ચાલુ થઇ ગયો છે. આ સાથે હવે લોકો ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની મોસ્ટ અવેઇટેડ મેટ 23 ઓક્ટોમ્બરે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઉલ્લેખનિય છેકે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વોર્મઅપ મેચોમાં પણ વરસાદ આવી ગયો હતો. હવે આ હાઇવોલ્ટેજ મેચમાં વરસાદ વિલન બનવાની સંભાવનાઓ છે.

IND vs PAKની મેચમાં કેવુ રહેશે મોસમ

IND vs PAKની મેચમાં કેવુ રહેશે મોસમ

ભારત અને પાકિસ્તાન મેચમાં હવામાન કેવું રહેશે એ જાણીએ. ક્રિકેટના ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે રવિવારે યોજાનારી આ મેચમાં હવામાનને અસર થવાની ઘણી સંભાવના છે. તો ભારત પાકિસ્તાનની મેચમાં પણ આ હાઇવોલ્ટેજ મેચમાં વરસાદ વિલન બનવાની સંભાવનાઓ ઘણી છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે, પરંતુ આ ઉનાળામાં ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે કારણ કે લા નીના અસર સતત ત્રીજી વખત જોવા મળી છે. મેલબોર્ન એક એવો વિસ્તાર છે જ્યાં વરસાદ ઘણો જોવા મળે છે અને ભારત અને પાકિસ્તાનની મેચ પણ તેની પકડમાં આવી શકે છે.

95 ટકા વરસાદની સંભાવના

95 ટકા વરસાદની સંભાવના

ઓસ્ટ્રેલિયન સરકારની વેબસાઈટ અનુસાર સવારે વરસાદની સંભાવના ઘણી વધારે હશે અને વહેલી બપોર સુધી તે સમાન રહેવાની ધારણા છે. વેબસાઈટ પર હવામાનની આગાહી આ પ્રમાણે હતી - વરસાદની 95 ટકા સંભાવના છે, જે વહેલી સવારે અને બપોરે થઈ શકે છે. વાવાઝોડાની સંભાવના છે. હળવો પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધશે, જે 15 થી 20 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે, અને પછી બપોર પછી, પવન દક્ષિણ તરફ વળશે.

વાદળછાયુ હશે વાતાવરણ

વાદળછાયુ હશે વાતાવરણ

Accuweather.com ની આગાહીઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, સવારે વરસાદની 68% સંભાવના છે જે બપોરે ઘટીને 25% થઈ જાય છે. જો કે સાંજ સુધી લગભગ 2 કલાક સતત વરસાદ સાથે ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર પ્રદેશનુ વાતાવરણ લગભગ 94 ટકા વાદળછાયું રહેશે.

મેચ શરૂ થવાનો સમય

મેચ શરૂ થવાનો સમય

મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે નક્કી કરવામાં આવી છે, જે ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ એક પણ બોલ રમ્યા વિના વ્યર્થ જાય તેવી પુરી સંભાવના છે. એ નોંધવું જોઈએ કે ગ્રૂપ-સ્ટેજ માટે કોઈ અનામત દિવસો નથી, આ ફક્ત સેમી-ફાઈનલ અને ફાઈનલ માટે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 WC: How the Weather will be in India Vs Pakistan match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X