For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup 2022 : કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, ટી20 વર્લ્ડ કપમાં બનાવ્યો આ રેકોર્ડ

T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઇન્ડિયાએ સતત બીજી જીત નોંધાવી છે. નેધરલેન્ડ સામે રમવામાં આવેલા મેચને ટીમ ઇન્ડિયાએ 56 રનથી જીતી લીધી છે.

|
Google Oneindia Gujarati News

T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઇન્ડિયાએ સતત બીજી જીત નોંધાવી છે. નેધરલેન્ડ સામે રમવામાં આવેલા મેચને ટીમ ઇન્ડિયાએ 56 રનથી જીતી લીધી છે. આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

રોહિત શર્મા

રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નામે હવે T20 વર્લ્ડ કપની 35 મેચમાં 34 સિક્સર છે. રોહિત શર્મા આ આંક પર પહોંચનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

રોહિત શર્મા આ રેકોર્ડ પૂર્વે દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહના નામે હતો. યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપની 31 મેચ રમીને 33 છક્કા લગાવ્યા છે. તેણે એક મેચમાં 6 બોલમાં 6 સિક્સર પણ ફટકારી છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 23 મેચ રમીને 26 સિક્સર ફટકારી છે.

એમએસ ધોની

એમએસ ધોની

વિશ્વના સૌથી સફળ કેપ્ટનમાંથી એક એમએસ ધોનીએ પણ ટી20 વર્લ્ડ કપની 33 મેચમાં 16 છગ્ગા ફટકાર્યા છે.

સુરેશ રૈના

સુરેશ રૈના

ટીમ ઈન્ડિયા માટે T20માં પ્રથમ સદી ફટકારનાર સુરેશ રૈના પણ આ યાદીમાં શામેલ છે. સુરેશ રૈનાએ T20 વર્લ્ડ કપની 26 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 World Cup 2022 : Captain Rohit Sharma created history, set this record in the T20 World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X