For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup 2022 : કોહલીએ રચ્યો વિરાટ વિક્રમ, હવે આ રેકોર્ડથી માત્ર 11 રન દુર

T20 World Cup 2022 : હાલ ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકવાર પણ આઉટ નથી થયો.

|
Google Oneindia Gujarati News

T20 World Cup 2022 : હાલ ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકવાર પણ આઉટ નથી થયો. પહેલી મેચમાં પાકિસ્તાન સામે પોતાની બેટિંગના જોરે ભારતને જીત અપાવી તો, બીજી મેચમાં નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.

જે રીતે વિરાટ કોહલી ફોર્મમાં જોવા મળી રહ્યો છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે, આ ટૂર્નામેન્ટમાં કોહલી અને રેકોર્ડ તોડશે. અત્યારે તો તેણે એક રેકોર્ડ તેના નામે કરી પણ લીધો છે, અને એક રોકોર્ડ બનાવવાથી માત્ર 11 રન દુર છે.

બીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન

બીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 23 ઇનિંગ્સ રમી છે અને આ દરમિયાન તેણે કુલ 989 રન બનાવ્યા છે. 21 ઇનિંગ્સમાં 989 રન બનાવ્યા બાદ વિરાટ કોહલી હવે 1000 ના સ્કોરથી માત્ર 11 રન દૂર છે.

વિરાટ કોહલી બાદ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહિલા જયવર્દનેનું નામ પ્રથમ સ્થાને આવે છે, તેના નામે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

T20 વર્લ્ડ કપમાં 1000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ માત્ર મહેલા જયવર્દનેના નામે છે. મહેલા જયવર્દનેએ 31 મેચની 31 ઇનિંગ્સમાં કુલ 1016 રન બનાવ્યા છે.

વર્લ્ડ રેકોર્ડથી માત્ર 28 રન દૂર

વર્લ્ડ રેકોર્ડથી માત્ર 28 રન દૂર

વિરાટ કોહલી અને મહિલા જયવર્દનેના આ રેકોર્ડની વાત કરીએ તો વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં 28 રન બનાવીને સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની જશે.

મહિલા જયવર્દનેએ T20 વર્લ્ડ કપમાં કુલ 6 અર્ધસદી અને એક સદી ફટકારી છે. આ સાથે જ વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં રેકોર્ડ 12 અડધી સદી ફટકારી છે.

વિરાટનો સ્ટ્રાઈક રેટ 132 છે, જ્યારે જયવર્દનેનો સ્ટ્રાઇક રેટ 134 રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં વિરાટનો સર્વોચ્ચ સ્કોર અણનમ 89 રન છે, જ્યારે જયવર્દનેનો સર્વોચ્ચ સ્કોર 100 છે.

બે વખત રહ્યો મેન ઓફ ધ ટુર્નામેન્ટ

બે વખત રહ્યો મેન ઓફ ધ ટુર્નામેન્ટ

વિરાટ કોહલી અને મહિલા જયવર્દને બાદ આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલનું નામ ત્રીજા નંબર પર આવે છે. તેણે 33 મેચની 31 ઇનિંગ્સમાં કુલ 965 રન બનાવ્યા છે.

ગેલના નામે 7 અર્ધસદી અને એક સદી છે. ગેલનો સર્વોચ્ચ સ્કોર 117 છે અને તેનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ 142 છે. ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી બે વખત મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહી ચૂક્યો છે.

વિરાટ કોહલી 2014માં 319 અને 2016માં 273 રન બનાવ્યા બાદ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. T20 વર્લ્ડ કપમાં બે વખત મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારો એકમાત્ર ખેલાડી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 World Cup 2022 : Kohli created a big record, now just 11 runs away from this record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X