For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઓસ્ટ્રેલિયાને લાગ્યો જબરો ઝાટકો, અંગત કારણોસર સ્ટાર્ક ટીમથી બહાર

ટીમ ઓસ્ટ્રેલિયાને લાગ્યો જબરો ઝાટકો, અંગત કારણોસર સ્ટાર્ક ટીમથી બહાર

|
Google Oneindia Gujarati News

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ રમાનાર છે. તે પહેલાં ઓસ્ટ્રેલિયાના ખેમાથી એક ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના પેસર મિચ સ્ટાર્ક ટી20થી બહાર થઈ ગયા છે. હાલ ઓસ્ટ્રેલિયાઈ ટીમ 0-1થી પાછળ છે. શનિવારે કૈનબરાથી સિડની પરત આવ્યા બાદ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાઈ ટીમના સુરક્ષિત સર્કલને છોડી દીધું અને ખુદના જવાનુ્ં કારણ પરિવારની બીમારી જણાવી છે.

ind vs aus 2020-21

ઓસ્ટ્રેલિયાઈ પુરુષોની ટીમના મુખ્ય કોચ જસ્ટિન લૈંગરે કહ્યું, "પરિવારની સરખામણીમાં દુનિયામાં કંઈપણ વધુ મહત્વપૂર્ણ નથી અને આ મામલે મિશેલ કોઈ અપવાદ નથી. અમે મિશેલને હરેક સમય તેના જરૂરત પ્રમાણે પશું અને જ્યારે પણ તેને લાગશે કે તે અને તેનો પરીવાર ઠીક છે, ત્યારે ખુલ્લી બાથે ટીમ તેમનું સ્વાગત કરશે."

ત્યારે 17 ડિસેમ્બરે શરૂ થનાર પહેલી વોડાફોન ટેસ્ટ માટે સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં સામેલ થશે કે નહિ તે હજી સ્પષ્ટ નથી.

ડેવિડ વોર્નર અને એશ્ટન અગર ઈજાગ્રસ્ત હોવાને કારણે પહેલેથી જ બહાર થઈ ગયા હતા, પેટ કમિંસને ટેસ્ટ માટે થોડી બ્રેક આપવામાં આવી હતી જ્યારે માર્કસ સ્ટોઈનિસ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ સાથે બની રહ્યા છે.

સ્ટાર્ક કૈનબરામાં ત્રીજી ડેટોલ એકદિવસીય મેચ રમતાં ચૂકી ગયા અને રિબ નિગલ્સ સાથે પરત ફર્યા, પરંતુ ભારત વિરુદ્ધ પહેલી ટી20માં મનુકા ઓવલમાં વાપસી કરી અને 2-34નો બોલિંગ આંકડો આપ્યો. ફોર્મમાં હોવા પર સ્ટાર્ક ખેલ ઈતિહાસના સૌથી શક્તિશાળી વ્હાઈટ બોલ બોલરમાંથી એક છે.

IND vs AUS 2nd T20I: સીરિઝ જીતવા ઉતરશે ભારત, આવી હોઈ શકે છે બંને સંભવિત XI IND vs AUS 2nd T20I: સીરિઝ જીતવા ઉતરશે ભારત, આવી હોઈ શકે છે બંને સંભવિત XI

તેઓ 2015 ક્રિકેટ વિશ્વ કપમાં ટૂર્નામેન્ટના ખેલાડી હતા અને 1- મેચમાં 27 વિકેટ સાથે 2019 ટૂર્નામેન્ટમાં અગ્રણી વિકેટ લેનાર ખેલાડી હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Team Australia suffered a setback, with Stark out of the team for personal reasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X