For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 દિગ્ગજ ક્રિકેટરો, જેમણે ઉતાવળમાં લીધો સંન્યાસ, રમવું જોઈતું હતું થોડું વધુ ક્રિકેટ

ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમવું એ કોઈપણ ક્રિકેટરનું સપનું હોય છે. આમાંના કેટલાક ક્રિકેટર્સ લાંબા સમય સુધી રમી શકે છે, જ્યારે કેટલાક ખેલાડીઓ ખૂબ ઓછા સમય માટે ક્રિકેટ રમે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સચિન તેંડુલકર છે.

|
Google Oneindia Gujarati News

Cricket News : ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમવું એ કોઈપણ ક્રિકેટરનું સપનું હોય છે. આમાંના કેટલાક ક્રિકેટર્સ લાંબા સમય સુધી રમી શકે છે, જ્યારે કેટલાક ખેલાડીઓ ખૂબ ઓછા સમય માટે ક્રિકેટ રમે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સચિન તેંડુલકર છે. તે 24 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમ્યા અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ સચિન તેંડુલકર જેવા ઘણા ઓછા ખેલાડીઓ છે. કારણ કે, આટલા દિવસો ક્રિકેટ રમ્યા બાદ પણ ક્રિકેટ પ્રત્યેના તેના ઉત્સાહ અને ફોર્મમાં કોઈ ફેર પડ્યો નથી. તેણે 24 વર્ષ સુધી ક્રિકેટ રમ્યું હતું.

જેનાથી વિપરિત કેટલાક ખેલાડીઓ વહેલા નિવૃત્ત થયા હતા. આમાંના કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વહેલા નિવૃત્ત થયા હતા, પરંતુ તેમના ચાહકો દ્વારા તેઓને વધુ રમવાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. આ અહેવાલમાં અમે 3 એવા ખેલાડીઓ વિશે વાત કરીશું, જેઓ 2020 માં નિવૃત્ત થયા હતા, પરંતુ હજૂ પણ વધુ ક્રિકેટ રમી શકે છે. ચાલો જાણીએ આ યાદીમાં એવા 3 મહાન ખેલાડીઓ કોણ છે, જેમણે ઉતાવળથી સંન્યાસ લઈ લીધો હતો.

1. શેન વોટસન

1. શેન વોટસન

ઓસ્ટ્રેલિયન ઓપનરે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે બાદ તે આખી દુનિયાની ટી20 લીગમાં રમી રહ્યો હતો, પરંતુ તેણે IPL 2020 બાદતમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

શેન વોટસન આઈપીએલની 13મી સિઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. જો કે, વોટસનમાં હજુ પણ રમવાની ક્ષમતા હતી.

ઘણા ચાહકોનું કહેવું છે કે, તેણે બહુ વહેલા નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

2. સુરેશ રૈના

2. સુરેશ રૈના

આ યાદીમાં બીજું નામ ભારતના ડાબેરી બેટ્સમેન સુરેશ રૈનાનું છે. સુરેશ રૈના એક શાનદાર ખેલાડી હતો. તેણે મર્યાદિત ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણેફિનિશરની ભૂમિકા ભજવી અને વિસ્ફોટક રમત વડે ટીમને જીત તરફ દોરી હતી. તે એક ઉત્તમ ફિલ્ડર પણ છે.

સુરેશ રૈનાએ 2018માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી અને બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે T20 વર્લ્ડ કપમાં રમવા માંગતોહતો, પરંતુ તેણે 15 ઓગસ્ટ, 2020 ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

એમએસ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી તે જ દિવસે રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. સુરેશ રૈના હાલમાં 35 વર્ષનો છે અને તે રમવા માટે ફિટ છે. તેથી તેણેવધુ ક્રિકેટ રમવું જોઈતું હતું તેમ ફેન્સનું કહેવું છે.

3. એમએસ ધોની

3. એમએસ ધોની

જ્યારે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે લાખો ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. સમગ્ર વિશ્વમાં ધોનીના ફેન્સ આનિર્ણયથી ખુશ નથી. ધોનીએ 2019 ODI વર્લ્ડ કપ પછી એક પણ મેચ રમી નથી. જે બાદમાં તેણે દરેક શ્રેણી માટે પોતાને અનુપલબ્ધ બનાવ્યા હતા.

આખરે ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિકેટમાં તેના પ્રદર્શનને જોતા તેણે હાલ નિવૃત્તિ લેવી જોઈતી ન હતી, તેમ તેના ફેન્સનું કહેવુંછે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The 3 cricketers, who retired in a hurry, should have played a little more cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X