નવા Photos: યુવી-હેઝલની ગોવા વેડિંગમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા

Written By:
Subscribe to Oneindia News

ક્રિકેટર યુવરાજ સિંહ અને મોડલ-એક્ટ્રેસ હેઝલ કિચની ગ્રાન્ડ ગોવા વેડિંગમાં ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે પહોંચ્યા હતા.2 ડિસેમ્બર, શુક્રવારના રોજ ગોવામાં યોજાયેલી યુવી-હેઝલના ગ્રાન્ડ વેડિંગમાં હાજર રહેવા માટે વિરાટ અને અનુષ્કા દિલ્હીથી સાથે જ નીકળ્યાં હતા.

ક્રિકેટર રોહિત શર્મા અને અને તેમની પત્ની પણ આ વેડિંગમાં હાજર રહ્યાં હતાં. રોહિતે પોતાના ટ્વીટર હેન્ડલ પર ન્યૂલી વેડેડ કપલના ફોટા પણ શેયર કર્યાં હતા. એમ.એસ.ધોની અને સચિન તેંડુલકર પણ આ વેડિંગમાં હાજર રહેવાના હતા.

યુવી-હેઝલે 30 નવેમ્બરના રોજ શીખ રિત-રીવાજો પ્રમાણે ચંદીગઢમાં લગ્ન કર્યાં હતા અને ગઇકાલે ગોવા ખાતે રિસોર્ટમાં બંન્નેએ ફરીથી હિંદુ વિધિનુસાર સાત ફેરા લીધા હતા. યુવરાજ-હેઝલની ગ્રાન્ડ ગોવા વેડિંગની તસવીરો જુઓ અહીં..

વેડિંગ ડાયરી

વેડિંગ ડાયરી

યુવરાજ પોતાની ચંડીગઢ વેડિંગમાં લાલ શેરવાનીમાં દેખાયો હતો, જ્યારે ગોવા વેડિંગ માટે તેણે ગોલ્ડ બ્રોકેડ શેરવાની પહેરી હતી. દુલ્હન હેઝલ આ વેડિંગમાં ક્લાસિક લાલ બનારસી સાડીમાં જોવા મળી હતી.

યુવરાજની એન્ટ્રી

યુવરાજની એન્ટ્રી

ગોવાની વેડિંગમાં યુવરાજે ઘોડાની જગ્યાએ સ્પેશ્યિલ બાઇક પર એન્ટ્રી લીધી હતી, જે ખૂબ જ દમદાર હતી. આ એન્ટ્રીમાં પણ યુવીનો કૂલ અંદાજ સ્પષ્ટ જોવા મળતો હતો.

વિરાટ-અનુષ્કા અને ન્યૂલી વેડેડ કપલ યુવી-હેઝલ

વિરાટ-અનુષ્કા અને ન્યૂલી વેડેડ કપલ યુવી-હેઝલ

યુવરાજ-હેઝલના વેડિંગ રિસેપ્શનમાં વિરાટ અને અનુષ્કા. ટૂંક સમયમાં જ આ બંન્નેના લગ્નના સમાચાર સાંભળવા મળે એવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં બન્નેનાં કપડાં પણ એકબીજા સાથે કલર કોર્ડિનેટેડ હતા. બન્નેએ કાળા રંગના કપડાં પહેર્યા હતા.

યુવી-હેઝલનો કપલ ડાન્સ

યુવી-હેઝલનો કપલ ડાન્સ

વેડિંગ બાદ સાંજે રિસેપ્શનનો કાર્યક્રમ હતો, જેમાં યુવી અને હેઝલે કપલ ડાન્સ પણ કર્યો હતો. અને ખરેખરમાં બન્નેની આંખોમાં એક બીજા માટે ખૂબ જ પ્રેમ દેખાતો હતો. ત્યારે રિસેપ્શનમાં હાજર તમામ મહેમાનોએ બન્ને કપલને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.

નટખટ હેઝલ અને યુવીની પ્રેમકહાની

નટખટ હેઝલ અને યુવીની પ્રેમકહાની

એક રિયાલિટી શોમાં યુવી અને હેઝલે પોતાની પ્રેમકહાની લોકો સાથે શેર કરી હતી. યુવી અને હેઝલ એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. એ પછી યુવીએ હેઝલને અનેકવાર પોતાની સાથે બહાર કોફી પર, ડિનર પર આવવાનું આમંત્રણ આપ્યુ હતું. લગભગ સાડા ત્રણ વર્ષ સુધી હેઝલે યુવીને દાદ નહોતી આપી. ત્યાર બાદ ધીરે-ધીરે મુલાકાતો શરૂ થઇ હતી. જો કે, બંન્નેએ ખૂબ સિફતપૂર્વક આ વાત મીડિયાથી છુપાવી હતી. ગયા વર્ષે 12 નવેમ્બર, 2015 ના રોજ બાલીમાં યુવી અને હેઝલની સગાઇ બાદ જ આ વાત ઓફિશિયલ રીતે બહાર આવી હતી.

English summary
Virat Kohli and Anushka Sharma attended Yuvraj-Hazel's Goa wedding.
Please Wait while comments are loading...