Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Virat Kohli : વિરાટ કોહલીએ ફટકારી સદી, ODI ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન તેંડુલકરના વનડેમાં કુલ 18426 રન છે. આ પછી આ યાદીમાં શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ આવે છે. તેણે વનડેમાં કુલ 14234 રન બનાવ્યા છે.

Virat Kohli : વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી સફળ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. આ સાથે તે પોતાની બેટિંગથી રેકોર્ડ બનાવતો તોડતો રહે છે. હાલ શ્રીલંકા સામે રમાઇ રહેલી વનડે સીરિઝની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી હવે વિશ્વના ટોપ 5 બેસ્ટમાં શામેલ થયો છે. આ સાથે સાથે તેણે આ મેચમાં 46મી સદી પણ ફટકારી છે.

વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો

વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો

વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ આ શ્રેણીમાં પણ યથાવત છે. આ મેચ પહેલા તેણે 267 વનડેમાં 12588 રન બનાવ્યા હતા.

શ્રીલંકા સામેનીત્રીજી ODIમાં, તેણે 62 રનના આંકડાને સ્પર્શતાની સાથે જ ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે મહિલા જયવર્દનેને પાછળછોડી દીધો હતો.

વિરાટની આ ઈનિંગ પહેલા મહિલા જયવર્દને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર 5મા ક્રમે હતો, પરંતુ હવે વિરાટે આસ્થાન હાંસલ કર્યું છે.

ટેસ્ટ અને ટી20માં પણ શાનદાર રેકોર્ડ

ટેસ્ટ અને ટી20માં પણ શાનદાર રેકોર્ડ

ટેસ્ટ અને ટી20માં વિરાટ કોહલીના આંકડા પણ ખૂબ જ શાનદાર છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 104 ટેસ્ટ મેચ રમીછે, જેમાં તેણે 48.91ની એવરેજથી 8119 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે પોતાના બેટથી 28 અડધી સદી અને 27 સદી ફટકારી છે. આસાથે સાથે 115 T20 મેચોમાં, તેણે 52.74 ની સરેરાશથી 4008 રન બનાવ્યા છે.

વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન તેંડુલકરના વનડેમાં કુલ 18426 રન છે. આ પછી આયાદીમાં શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ આવે છે. તેણે વનડેમાં કુલ 14234 રન બનાવ્યા છે. જે બાદ રિકી પોન્ટિંગે વનડેમાં 13704 રનઅને સનથ જયસૂર્યાએ 13430 રન બનાવ્યા છે.

5 દિવસમાં ફટકારી બીજી સદી

5 દિવસમાં ફટકારી બીજી સદી

પાંચ દિવસમાં વિરાટ કોહલીએ આ બીજી વનડે સદી છે. કોહલીએ શ્રીલંકા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. 10જાન્યુઆરી બાદ હવે 15 જાન્યુઆરીએ ફરી એકવાર કોહલીએ સો રનની ઇનિંગ રમીને પોતાના ફોર્મનો પરિચય આપ્યો છે. વિરાટ કોહલીએહવે 73 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. હવે માત્ર સચિન તેંડુલકર જ તેનાથી આગળ છે.

હોમ ગ્રાઉન્ડ પર ફટકારી સૌથી વધુ સદી

હોમ ગ્રાઉન્ડ પર ફટકારી સૌથી વધુ સદી

ભારતીય ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. ભારતની ધરતી પર 20 સદી ફટકારવાનો રેકોર્ડ સચિનતેંડુલકરના નામે હતો. જેને પાછળ છોડીને વિરાટ કોહલી હવે આગળ નીકળી ગયો છે. આ સદી સાથે વિરાટ કોહલીએ હવે ભારતમાં 21 સદીફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. કોહલીની સદી બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેની વાહવાહી કરી રહ્યા છે.

શુભમન ગિલે પણ ફટકારી સદી

શુભમન ગિલે પણ ફટકારી સદી

શ્રીલંકા સામેની ત્રીજી ODIમાં પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી છે. ગિલ અત્યાર સુધી તેને મળેલી તકોનો ફાયદોઉઠાવવામાં સફળ રહ્યો છે.

વનડેમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ જ કારણ છે કે, ઈશાન કિશને સૌથી પહેલા ગિલને ઓપનિંગ કરવાનીતક આપી હતી. શુભમન ગિલે 89 બોલમાં 2 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X