13 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં હાર પર વિરાટ કહ્યું આમ

Posted By:
Subscribe to Oneindia News

પુણેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનોથી હરાવ્યા છે. હાર પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના પ્રદર્શનને ખૂબ જ નિરાશાજનક કહ્યું છે. મીડિયાથી થયેલી વાતમાં કોહલીએ કહ્યું કે ખરાબ બેટિંગના કારણે ભારતને હારવાનો વારો આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલા પડાવમાં જ અમે ખૂબ જ ઓછા સ્કોર બનાવી શક્યા અને પાછળથી ઓસ્ટ્રેલિયાના આટલા મોટા સ્કોર સામે અમે ટકી ના શક્યા. તેમણે કહ્યું કે બોલર્સ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી કે મેચ જીતી શકાય પણ તેમની મહેનત રંગ ના લાવી.
નોંધનીય છે કે વર્ષ 2012 પછી પહેલી વાર ટીમ ઇન્ડિયા પોતાની જમીન પર કોઇ ટેસ્ટ મેચ હારી છે.

virat

ગત બે વર્ષોથી ભારત 20 ટેસ્ટ મેચ ભારતમાં જીતતું આવ્યું છે. વધુમાં ઓસ્ટ્રેલિયાએ પુણેમાં ભારતીય ટીમને 13 વર્ષ પછી હરાવ્યું છે. જેનાથી ભારતીય ક્રિકેટ પ્રેમી ખૂબ જ નિરાશ થયા છે. નોંધનીય છે કે આ મેચમાં તેવું 85 વર્ષમાં પહેલી વાર બન્યું છે કે ટીમ ઇન્ડિયાએ 11 રનમાં 7 વિકેટ ગુમાવી હોય. ત્યારે ખરેખરમાં આ મેચે પહેલાના અનેક રેકોર્ડ તોડીને ટીમ ઇન્ડિયા અને ક્રિકેટ પ્રેમીઓને એક પછી એક મોટા આંચકા આપ્યા છે.

English summary
Virat Kohli blames batsmen poor performance after losing pune test. Read more on it here.
Please Wait while comments are loading...