For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલીએ પૂરા કર્યા 8 હજાર રન, એબી ડી વિલિયર્સને છોડ્યો પાછળ

વિરાટ કોહલીએ શુક્રવારના રોજ મોહાલીના PCA સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન વધુ એક બેટિંગ રેકોર્ડ બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વિરાટ કોહલીએ શુક્રવારના રોજ મોહાલીના PCA સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન વધુ એક બેટિંગ રેકોર્ડ બનાવ્યો છે. કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન બનાવનાર છઠ્ઠો ભારતીય અને દેશનો પાંચમો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે.

kohli

કોહલી સચિન તેંડુલકર (15921), રાહુલ દ્રવિડ (13288), સુનીલ ગાવસ્કર (10122), વીવીએસ લક્ષ્મણ (8781) અને વીરેન્દ્ર સેહવાગ (8586)ની યાદીમાં જોડાય છે, જેમણે 8000 રનનો આંકડો પાર કર્યો છે. એકંદરે કોહલી તેની કારકિર્દીમાં 8000 રન બનાવનાર ટેસ્ટ ક્રિકેટમાં 33મો બેટ્સમેન બની ગયો છે.

એબી ડી વિલિયર્સને પાછળ છોડ્યો

આ સાથે કોહલીએ તેના મિત્ર એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. ટેસ્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 8000 બનવાના મામલે કોહલી ડી વિલિયર્સ કરતા આગળ છે. ડી વિલિયર્સે 172 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો, જ્યારે કોહલીએ 169 ઇનિંગ્સમાં 8 હજાર રન પૂરા કર્યા હતા. સૌથી નાની ઇનિંગ્સમાં આટલા રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાના નામે છે, જેણે 152 ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ સચિન તેંડુલકર છે, જેણે 154 ઇનિંગ્સમાં 8000 રન બનાવ્યા છે.

ભારત માટે ટૂંકી ઇનિંગ્સમાં 8000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન -

  • 154 ઇનિગ્સ - તેંડુલકર
  • 157 ઇનિગ્સ - રાહુલ દ્રવિડ
  • 160 ઇનિગ્સ - વિરેન્દ્ર સેહવાગ
  • 166 ઇનિગ્સ - સુનીલ ગાવસ્કર
  • 169 ઇનિગ્સ - વિરાટ કોહલી
  • 201 ઇનિગ્સ - વીવીએસ લક્ષ્મણ

100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય

આ સિવાય કોહલી સચિન તેંડુલકર (200), રાહુલ દ્રવિડ (163), વીવીએસ લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), સુનીલ ગાવસ્કર (125), દિલીપ વેંગસરકર (116), સૌરવ ગાંગુલી (116) તે ઈશાંત શર્મા (105), હરભજન સિંહ (103), અને વીરેન્દ્ર સેહવાગ (103) પછી 100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય છે.

33 વર્ષીય બેટ્સમેનને મેચની શરૂઆત પહેલા હોમ બોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો, જેમાં બેટિંગ મહાન અને વર્તમાન ભારતના કોચ રાહુલ દ્રવિડે તેની બોલિવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની હાજરીમાં તેને સ્મારક કેપ અને સ્મૃતિ ચિહ્ન આપ્યું હતું.

2019 થી સદી નથી ફટકારી

વિરાટ કોહલીએ નવેમ્બર 2019 થી અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી. ટેસ્ટમાં કોહલીનું ફોર્મ ઘટી ગયું છે. કારણ કે, 2020 થી તેની સરેરાશ 45 થી ઓછી છે. તેણે 14 ટેસ્ટમાં માત્ર 760 રન બનાવ્યા છે, જેમાં માત્ર 4 અર્ધસદી શામેલ છે. બીજી અને અંતિમ ટેસ્ટ બેંગ્લોરમાં 12 માર્ચથી ડે નાઈટ ટેસ્ટ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli completed 8 thousand runs, leaving AB de Villiers behind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X