ઝહીર-સાગરિકાની સગાઇમાં સાથે જોવા મળ્યાં અનુષ્કા-વિરાટ

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને આઇપીએલની દિલ્હી ડેરડેવિલ્સ ટીમના કપ્તાન ઝહીર ખાનની સગાઇની પાર્ટી મંગળવારે સાંજે આયોજિત કરવામાં આવી હતી. આઇપીએલ સિઝન 10 દરમિયાન જ આ બંન્નેએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી પોતાના સંબંધો જાહેર કર્યા હતા. આઇપીએલ પૂર્ણ થતાં જ ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ સગાઇ પાર્ટી આપી હતી. અહીં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, સચિન અને અંજલિ તેંડુલકર સાથે ક્રિકેટની દુનિયાના તમામ જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતા.

ઝહીર ખાન-સાગરિકા ઘાટગે

ઝહીર ખાન-સાગરિકા ઘાટગે

યુવરાજ સિંહ અને હેઝલના લગ્નમાં ઝહીર અને સાગરિકા પણ સાથે જોવા મળ્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન માત્ર વિરાટ-અનુષ્કા પર કેન્દ્રિત હતું. તે સમયથી આ બંન્ને કપલની સગાઇ અને લગ્નની વાતો ચગી રહી હતી. વિરાટ-અનુષ્કાએ તો જો કે આ અંગે કોઇ ખુલાસો નથી કર્યો, પરંતુ ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ પોતાનું રિલેશન ઓફિશિયલ કરતાં ટ્વીટર પર તસવીર પોસ્ટ કરી હતી અને ફાઇનલી મંગળવારે રાત્રે તેમણે સગાઇની પાર્ટી પણ આપી દીધી.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

હેઝલ અને યુવીના તમામ ફંક્શન્સની માફક ઝહીર-સાગરિકાની સગાઇમાં પણ આ બંન્ને સાથે જોવા મળ્યાં હતા. લોકો આતુરતાથી હવે આ બંન્નેની સગાઇની ખબરો સાંભળવાની રાહ જોઇ રહ્યાં છે. આ બંન્નેએ ક્યારેય મીડિયા સામે પોતાના સંબંધો નથી સ્વીકાર્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ પોતાનો પ્રેમ જાહેર કરતાં રહે છે.

સચિન અને અંજલિ તેંડુલકર

સચિન અને અંજલિ તેંડુલકર

ક્રિકેટના ભગવાન કહેવાતા સિચન તેંડુલકર પણ અહીં પોતાની પત્ની અંજલિ તેંડુલકર સાથે પહોંચ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી સચિન પોતાની ફિલ્મ 'સચિન અ બિલિયન ડ્રીમ્સ'ને લઇ ચર્ચામાં છે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે નીકળે એ પહેલાં સચિન પોતાની ફિલ્મનું એક સ્પેશિયલ સ્ક્રિનિંગ આયોજિત કરનાર છે.

રોહિત શર્મા-રિતિકા

રોહિત શર્મા-રિતિકા

ઇન્ડિયાના ઓપનર રોહિત શર્મા પણ પોતાની પત્ની રિતિકા સાથે અહીં જોવા મળ્યા હતા. ઝહીર-સાગરિકાની પાર્ટીમાં તમામ ખેલાડીઓ વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળ્યા હતા.

ધવલ કુલકર્ણી

ધવલ કુલકર્ણી

ભારતીય ખેલાડી ધવલ કુલકર્ણી પણ પોતાની પત્ની સાથે કંઇક આ અંદાજમાં જોવા મળ્યા હતા, બંન્નેએ કલર-કોઓર્ડિનેટેડ કપડા પહેર્યા હતા.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ક્રિકેટર યુવરાજ સિંહ અહીં તસવીર માટે બોલિવૂડ સિતારાઓ સાથે પોઝ આપતા નજરે પડ્યા હતા. તસવીરોમાં તેમની પત્ની હેઝલ ક્યાંય જોવા ન મળી.

આશિષ નેહરા, મોહમ્મદ કૈફ અને પાર્થિવ પટેલ

આશિષ નેહરા, મોહમ્મદ કૈફ અને પાર્થિવ પટેલ

ખેલાડી આશિષ નેહરા પોતાની પત્ની રુષ્મા સાથે જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ અને વિકેટકીપર પાર્થિવ પટેલ કંઇક આ અંદાજમાં કેમેરામાં કેદ થયા હતા. આ સિવાય ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ પોતાની પત્ની અદિતિ સાથે હાજર રહ્યાં હતા.

English summary
Team India skipper Virat Kohli attended the engagement ceremony of Zaheer Khan and Sagarika Ghatge with his actor girl friend Anushka Sharma.
Please Wait while comments are loading...