વિરાટ-અનુષ્કાનો આ ફોટો થઇ રહ્યો છે વાયરલ...

Written By:
Subscribe to Oneindia News

ક્રિકેટ અને બોલિવૂડ બંન્ને દુનિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે. આ બંન્નેએ કોઇ દિવસ જાહેરમાં પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી. જો કે, વુમન્સ ડેના દિવસે વિરાટે તમામ મહિલાઓને વિશ કરતાં પોતાની લાઇફની બે મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક વિરાટની માતા અને એક અનુષ્કા શર્માનો ફોટો તેણે અપલોડ કર્યો હતો.

આજે ફરી એકવાર વિરાટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચરમાં પોતાનો અને અનુષ્કાનો ફોટો અપલોડ કર્યો છે. જેને કારણે આ બંન્નેનું પ્રેમ પ્રકરણ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પરથી સાબિત થાય છે કે, વિરાટ માટે અનુષ્કા માત્ર એક સ્પેશિયલ પાત્ર જ નહીં, પરંતુ તેનો લકી ચાર્મ પણ છે.

વિરાટનો પ્રોફાઇલ પિક્ચર

વિરાટનો પ્રોફાઇલ પિક્ચર

વિરાટે પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં જે ફોટો મુક્યો છે, તે યુવરાજ સિંહના લગ્નનો છે. યુવી-હેઝલના મેરેજમાં વિરાટ અને અનુષ્કા સાથે પહોંચ્યા હતા. તેમણે આ પાર્ટીમાં આખી રાત ડાન્સ કર્યો હતો, ખૂબ મસ્તી કરી હતી. આ મેરેજ ફંક્શનમાં બંન્ને બ્લેક કલરના કલર કોર્ડિનેટેડ કપડામાં પહોંચ્યા હતા.

વિરાટની લકી ચાર્મ અનુષ્કા

વિરાટની લકી ચાર્મ અનુષ્કા

વિરાટ કોહલીનો આ પ્રોફાઇલ પિક્ચર જોઇ લોકો હવે કહી રહ્યાં છે કે, વિરાટ અનુષ્કાને પોતાનો લકી ચાર્મ માને છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં વિરાટ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યાર બાદ તે આઇપીએલ 10ની ત્રણ મેચ રમી નહોતા શક્યા. આજની મેચમાં વિરાટ ક્રિકેટના મેદાન પર વાપસી કરે એવી શક્યતા છે અને ત્યારે જ વિરાટે અનુષ્કા સાથેનો ફોટો અપલોડ કર્યો છે. આથી લોકો કહી રહ્યાં છે કે વિરાટ અનુષ્કાને લકી ચાર્મ માને છે.

વિરાટ છે બિલકુલ ફિટ

વિરાટ છે બિલકુલ ફિટ

ખભામાં ઇજા થયા બાદ બેંગ્લોરમાં વિરાટનો ઇલાજ ચાલી રહ્યો હતો, વિરાટના ફિઝિયોથેરાપી સેશન દરમિયાન અનુષ્કા પણ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ બુધવારના રોજ બીસીસીઆઇની મેડિકલ ટીમે વિરાટને ફિટ જાહેર કર્યા હતા.

અનેક પાર્ટીમાં સાથે જોવા મળે છે વિરાટ-અનુષ્કા

અનેક પાર્ટીમાં સાથે જોવા મળે છે વિરાટ-અનુષ્કા

વિરાટ અને અનુષ્કા અનેક પબ્લિક પ્લેસિસ પર અને પાર્ટીમાં સાથે જોવા મળ્યાં છે. મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં પણ આ બંન્ને સાથે પહોંચ્યા હતા. થોડા સમય પહેલાં બંન્ને સાથે હોલિડે પર પણ ગયા હતા.

English summary
Virat Kohli's Instagram profile picture with Anushka Sharma is going viral.
Please Wait while comments are loading...