For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ODI Ranking: વિરાટ કોહલીએ રોહિત શર્માને છોડ્યો પાછળ, ઇશાન કિશને લગાવી ઐતિહાસિક છલાંગ

તાજેતરમાં જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે મેચ રમાઇ છે. આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી રેકોર્ડ બનાવ્યા છે. વર્લ્ડ રેંકિંગમાં હવે કોહલીએ રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે.આ ઉપરાંત ઇશાન કિશને પણ ઐતિહાસિક છલાંગ લગાવી છે

|
Google Oneindia Gujarati News

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ પ્રવાસની છેલ્લી વનડેમાં સદી ફટકારીને ત્રણ વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો. કોહલીની આ ઇનિંગનું ફળ પણ તેને મળ્યું છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં કોહલીને ઘણો ફાયદો થયો છે. તે હવે રેન્કિંગમાં બે સ્થાન ઉપર પહોંચી ગયો છે. તેના સિવાય બેવડી સદી ફટકારનાર ઈશાન કિશને પણ લાંબી છલાંગ લગાવી છે. બંને ભારતીય ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે.

વિરાટ કોહલી આવ્યા ઉપર

વિરાટ કોહલી આવ્યા ઉપર

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ ચિત્તાગોંગમાં રમાયેલી ત્રીજી વનડેમાં 113 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે તેના રેન્કિંગ પર અસર પડી છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં તે હવે 8મા નંબરે આવી ગયો છે. 2019 પછી વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ પ્રથમ સદી હતી. તે T20 ક્રિકેટની જેમ વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરતો હતો. વિરાટ કોહલી 707 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. રોહિત શર્મા 705 પોઈન્ટ સાથે નવમા નંબર પર છે. બાબર આઝમ ટોપ પર છે, તેના 890 પોઈન્ટ છે.

ઇશાન કિશને લગાવી મોટી છલાંગ

ઇશાન કિશને લગાવી મોટી છલાંગ

ઇશાન કિશનને બેવડી સદીનો મોટો ફાયદો મળ્યો છે. ODI રેન્કિંગમાં ઈશાન કિશન 117 સ્થાનની છલાંગ લગાવીને 37માં સ્થાને પહોંચી ગયો છે. વનડે ક્રિકેટમાં કિશનની આ પહેલી સદી હતી પરંતુ મોટી ઇનિંગ હતી. તેણે ODI ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ઇશાન કિશને 131 બોલમાં 210 રનની મોટી ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીની સાથે તેણે બીજી વિકેટ માટે 290 રનની ભાગીદારી પણ કરી હતી. આ ડેશિંગ બેટિંગના કારણે તેને રેન્કિંગમાં મોટો ઉછાળો મળ્યો છે.

ભારતીય બોલરનો સમાવેશ નહી

ભારતીય બોલરનો સમાવેશ નહી

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલરોની રેન્કિંગમાં ભારતનો કોઈ ખેલાડી સામેલ નથી. ટ્રેન્ટ બોલ્ટ ટોચના સ્થાને છે. બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને મુસ્તાફિઝુર રહેમાનના નામ સામેલ છે. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી આ યાદીમાં છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ ભારતના એક પણ ખેલાડીનું નામ સામેલ નથી. શાકિબ અલ હસને આ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli overtakes Rohit Sharma in ICC ODI Rankings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X