• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: રાજસ્થાન રૉયલ્સના માલિકે જણાવ્યું, આઈપીએલમાં નવી ટીમ જોડાવવાથી શું ફાયદો થશે

|

નવી દિલ્હીઃ ભારતની ઘરેલૂ ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પાછલા ઘણા સમયથી ટીમનો સંખ્યા વધારવાને લઈ વાત થઈ રહી છે. હવે આ મુદ્દે રાજસ્થઆન રૉયલ્સના માલિક મનોજ ડાબલે પોતાનો પક્ષ રાખ્યો છે. મનોજ ડાબલનું માનવું છે કે આ લીગમાં જો નવી ટીમનું આગમન થાય છે તો આનાથી ખેલને ફાયદો જ થશે. જણાવી દઈએ કે આઈપીએલ 2021 સીઝનને લઈ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ પાસે ટીમ વધારવાનો પ્રસ્તાવ પેન્ડિંગ પડ્યો છે. જેને લઈ આગામી બીસીસીઆઈ મીટિંગમાં ચર્ચા થનાર છે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય છે તો આઈપીએલની ટીમોની સંખ્યા 8ને બદલે 10 થઈ જશે.

ટીમો વધારવથી શું ફાયદો થશે, જાણો

ટીમો વધારવથી શું ફાયદો થશે, જાણો

આઈપીએલમાં ટીમોની સંખ્યા વધારવાને લઈ મનોજ ડાબલે કહ્યું કે, 'ક્રિકેટના વાર્ષિક કાર્યક્રમ અને નક્કી સમયસીમાને જોતા હાલની ટીમોની સંખ્યા આઈપીએલ માટે કાફી છે. પરંતુ જો આ લીગમાં કેટલીક નવી ફ્રેન્ચાઈઝી આવે છે તો આયોજન માટે તમારે નવા સ્ટેડિયમ અને નવા ફેન્સ સાથે જોડાવવાનો મોકો મળશે. સાથે જ જો ખેલાડીઓની સંખ્યા વધશે તો કેટલાક અન્ય ઘરેલૂ ખેલાડીઓને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો મોકો મળશે જે ક્રિકેટના હિસાબે ઉત્તમ હશે.'

વિદેશોમાં સિરીઝ અને પાવર પ્લેયર નિયમોના ફાયદા ગણાવ્યા

વિદેશોમાં સિરીઝ અને પાવર પ્લેયર નિયમોના ફાયદા ગણાવ્યા

મનોજ બડાલેએ આઈપીએલમાં પાવર પ્લે નિયમોને લાગૂ કરવાને અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લીગની વચ્ચે સીરિઝ કરાવવાના મામલે પણ પોતાનો પક્ષ રાક્યો અને કહ્યું કે ક્રિકેટમાં પ્રયોગ કરવો સારી વાત છે અને આવા પ્રયોગ જ તમારી ગેમને બદલીને રાખી દે છે.

તેમણે કહ્યું કે, 'વિદેશી જમીન પર અમે અત્યાર સુધીમાં 1-2 ફ્રેન્ડલી મેચ રમ્યા છે અને તે પણ 2009માં લોર્ડ્સ મેદાન પર. મિડિલસેક્સ સાથે રમાયેલ આ ફ્રેન્ડલી મેચ ફેન્સને બહુ પસંદ આવ્યો હતો. આનાથી વિદેશમાં રહેતા આઈપીએલ ફેન્સને પોતાના સ્ટાર્સ સાથે જોડાવવાનો મોકો મળે છે અને અમે દર વર્ષે આવી રીતના ફરેન્ડલી મેચ રમવાનું પસંદ કરશે.'

પાવર પ્લેયર નિયમની વાત કરતા બડાલેએ કહ્યું કે, 'આ નિશ્ચિત રૂપે બહુ દિલચસ્પ હશે પરંતુ આના પર ટિપ્પણી કરતા પહેલા જોવાનું હશે કે આ કેવી રીતે કામ કરશે.'

ટીમના આંતરીક મામલામાં દખલ નથી કરતા

ટીમના આંતરીક મામલામાં દખલ નથી કરતા

હંમેશા માનવામાં આવે છે કે ક્રિકેટ સાથે જોડાયેલા મામલામાં ફ્રેન્ચાઈઝના માલિક દખલ આપતા નથી પરંતુ બડાલે આ તમામથી પણ દૂર રહે છે માને છે કે આ તેમના કામ કરવાની જગ્યા નથી. તેમણે કહ્યું કે કોઈપણ ટીમને સફળ બનાવવાનું કામ કેપ્ટન અને કોચનું હોય ચે. તમારે આ ખેલ સાથે જોડાયેલ સ્પેશિયાલિસ્ટ પર નિર્ભર થવું પડશે. અમારી પાસે શ્રેષ્ઠ કોચિંગ સ્ટાફ અને કેપ્ટન છે જેમને માલૂમ છે કે આ ટીમને કેવી રીતે સફળ બનાવવી. મેચ બાદ હળવી વાતો માટે હું હંમેશા હાજર રહીશ. મારું કામ અમારી ફ્રેન્ચાઈઝીની સંસ્કૃતિ, મૂલ્યોને બનાવી રાખવાનું છે.

ખિતાબ જીતવા પ્રબળ દાવેદાર છે રાજસ્થાન રૉયલ્સ

ખિતાબ જીતવા પ્રબળ દાવેદાર છે રાજસ્થાન રૉયલ્સ

આઈપીએલનો પહેલો ખિતાબ જીત્યા બાદ રાજસ્થાન રૉયલ્સની ટીમે પોતાના નેતૃત્વમાં કેટલાય પ્રકારના બદલાવ કર્યા છે. જો કે કપ્તાનીના મામલે તેઓ એકવાર ફરી સ્ટીવ સ્મિથની સાથે જીવનનો આગાજ કરશે. રાજસ્થાન રૉયલ્સે કોચના મામલે ઓસ્ટ્રેલિયાના જ એન્ડ્રૂ મેક્ડોનાલ્ડની નિયુક્તિ કરી છે. આ મામલે બડાલેએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે અમારી પાસે કોચ અને કેપ્ટનનું સાચું કોમ્બિનેશન છે. એન્ડ્ર્યૂને ચૂંટવા માટે અમે ઘણી લાંબી પ્રક્રિયાનું પાલન કર્યું અને તેમની નિયુક્તિથી અમે ઘણા ખુશ છીએ.

IPL 2020: હરાજીમાં શાનદાર બોલી લગાવ્યા બાદ આ છે KKRની સંભવિત ટીમ, આ હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
What will be benefits if BCCI allows new team to join IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X