હારવા આવ્યું ભારત, તો દર્શકોએ સ્ટેડિયમમાં લગાવી દીધી આગ
હારવા આવ્યું ભારત, તો દર્શકોએ સ્ટેડિયમમાં લગાવી દીધી આગ
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે કોઈ મેચ જીતે છે, ત્યારે ફેન્સ જશ્ન મનાવે છે. પરંતુ એક વાર એવું પણ બન્યું હતું કે જ્યારે ટીમ હારી તો રોષે ભરાયેલા ફેન્સે સ્ટેડિયમમાં જ આગ લગાવી દીધી. આ ઘટનાથી આખું વિશ્વ ચોંકી ઉઠ્યુ, એટલું જ નહીં ભારતીય ક્રિકેટને પણ નીચાજોણું થયું હતું.

હારવા આવ્યુ હતું ભારત
આ ઘટના છે 1996માં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપની. 13 માર્ચે ભારત-શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં સેમિફાઈનલ રમાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આ સમયે ટીમને મોહમ્મદ અઝરુદ્દીન લીડ કરી રહ્યા હતા. શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા. ફેન્સને આશા હતી કે 1983માં વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા શ્રીલંકાને હરાવી દેશે. પરંતુ બન્યું સાવ ઉલટુ. 252 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ 8 રને જ પડી ગઈ. સિદ્ધુ પેવેલિયન ભેગા થઈ ગયા. બાદમાં સચિન તેન્ડુલકર અને સંજય માંજરેકરે ટીમનો સ્કોર આગળ વધાર્યો, પરંતુ જેવા સચિન 65 રનના સ્કોરે આઉટ થયા તો ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ.

ગુસ્સામાં લગાવી આગ
ટીમ ઈન્ડિયાએ માત્ર 120 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી. દર્શકોએ પણ જીતની આશા છોડી દીધી હતી. અને રોષે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં જ તોફાન મચાવી દીધું. પહેલા તો ગ્રાઉન્ડ પર પાણીની બોટલ્સ ફેંકવામાં આવી. જેને કારણે મેચ અટકાવવી પડી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે દર્શકોએ સ્ટેડિયમમાં જ આગ લગાવી દીધી. કેટલાક દર્શકોએ સીટો સળગાવી દીધી. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટે નાલેશીજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. વિશ્વમાં આ ઘટના બાદ ભારતની ઘણી ટીકા થઈ.

શ્રીલંકાને જીતી ગયેલું જાહેર કરાયુ
સ્ટેડિયમમાં સ્થિતિ કથળતા મેચ રેફરીએ મેચ અટકાવી દીધી. અને ગણતરીની મિનિટો બાદ શ્રીલંકાને વિજયી જાહેર કરી દેવાયું. આ સાથે જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાથી વંચિત થઈ ગઈ. બીજી તરફ શ્રીલંકાએ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો. સેમિફાઈનલમાં હારથી દુખી થયેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ મેદાન પર જ રમી પડ્યા. વિનોદ કાંબલીએ નાની ઉંમરે વર્લ્ડ કપ રમી રહ્યા હતા. તે 10 રને નોટઆઉટ હતા, અને જીતની આશા હતી, પરંતુ દર્શકોના વિવાદે તેમના સપના પર પાણી ફેરવી દીધું.












Click it and Unblock the Notifications
