શું રાશિદ ખાન IPL 2022ના મેગા ઑક્શન પહેલાં હૈદરાબાદને અલવિદા કહી દેશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનને લઈ બીસીસીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં 8ને બદલે 10 ટીમો એકબીજી સાથે ટકરાશે. આઈપીએલ 2022માં 2 નવી ટીમ જોડાવવાથી ફેન્સને ખેલાડીઓની મેગા હરાજી જોવા મળશે જેનો તેમને આતુરતાથી ઈંતેજાર છે. બીસીસીઆઈએ ખેલાડીઓને રિટેન કરવા સાથે જોડાયેલ નિયમ જાહેર કરી દીધા છે જે અંતર્ગત તેમમે 30 નવેમ્બર સુધી પોતાની ટીમથી રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જમા કરાવવાની છે. એવામાં કઈ ટીમ કયા ખેલાડીને રિટેન કરશે તે જાણવા ફેન્સ આતુર છે.
બીસીસીઆઈ તરફથી રિટેન કરાયેલા નિયમો મુજબ તમામ ટીમો મહત્તમ 4 ખેલાડીઓ રિટેન કરી શકે છે જેમાં વધુમાં વધુ 2 વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે. જ્યારે આઈપીએલમાં પહેલીવાર જોડાઈ રહેલ લખનઉ અને અમદાવાદની ટીમો નૉન રિટેન ખેલાડીઓની યાદીમાંથી જ 3 પ્લેયર્સને પોતાના ખેમામાં જોડી શકે છે, જેમાં મહત્તમ એક વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે. જેને જોતાં ખેલ જગતના કેટલાય દિગ્ગજો કઈ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરશે તેની ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે.

આ 2 અનકેપ્ડ ખેલાડીઓને મોકો મળશે
આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણ પણ સામેલ થઈ ગયા છે, જેમણે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને લઈ ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે ફ્રેંચાઈઝી કયા 4 ખેલાડીઓ સાથે જઈ શકે છે. ઈરફાન પઠાણ મુજબ હૈદરાબાદની ટીમ 2 અનકૈપ્ડ ભારતીય ખેલાડીઓને રિટેન કરવા તરફ જઈ શકે છે. ઈરફાન પઠાને અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રિટેન કરનાર કેલાડીઓની યાદીમાં રાખ્યા છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં ઈરફાન પઠાને કહ્યું, 'ભુવનેશ્વર કુમાર ટીમ સાથે છે પરંતુ તે સારી બોલિંગ નથી કરી શકતા, હૈદરાબાદ પાસે ખલીલ અહમદ અને ટી નટરાજન પણ છે પરંતુ આ ટીમ લગભગ ભવિષ્યમાં રોકાણ કરવા તરફ જોશે અને તમે કદાચ ટીમમાં ઉમરાન મલિક અને અબ્દુલ સમદને રિટેન કરતાં જોશો. તેમણે આવું કરવું જોઈએ, સમદનીમ મેચને ફિનિશ કરવાની ક્ષમતા છે જે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે છઠ્ઠા અથવા સાતમા નંબરના બેટ્સમેન પણ બની શકે છે. જો કે હવે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પોતાની ટીમને જીતાડવી શરૂ કરવું પડશે.'

ડેવિડ વોર્નરને સૌથી પહેલાં રિટેન કરવા જોઈએ
માનવામાં આવી રહ્યું છે કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરને રિલીઝ કરશે જેઓ પહેલીવાર આ ટીમ માટે નહીં રમતા હોય, જો કે આ કાંગારૂ ખેલાડીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઑક્શન પૂલમાં પોતાનું નામ જરૂર સામેલ કરશે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર માટે આઈપીએલ 2021 બહુ ખરાબ રહ્યો જેમની પાસેથી પહેલી લેગમાં કપ્તાની છીનવી લેવામાં આવી અને બીજા લેગમાં મેચની બહાર બેસાડી દેવામાં આવ્યા. વોર્નર પર વાત કરતાં ઈરફાન પઠાને કહ્યું કે હૈદરાબાદની ટીમ ડેવિડ વોર્નર પર રોકાણ નહીં કરે.
તેમણે કહ્યું કે, સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વોર્નરે જે કર્યું તેને નકારી ના શકાય પરંતુ તેમને જે કારણોસર બહાર કરવામાં આવ્યા તે ક્રિકેટિંગ કારણોથી મોટું છે. આ નુકસાન છે કે નહીં તે મને નથી ખબર કેમ કે તમે સારું ફિનિશ કરવા માંગો છો અને જ્યારે તમે કેટલાય વર્ષો સુધી એક ફ્રેંચાઈઝી માટે રમો છો તો તમે ક્યાંક બીજે જઈને બીજીવાર શરૂઆત કરવા નથી માંગતા. જો કે તેઓ હવે 25 વર્ષના નથી એવામાં તમે તેમના પર રોકાણ કરવા નહીં ઈચ્છો.

આ બે ખેલાડીને રિટેન કરશે
ઈરફાન પઠાને આગળ વાત કરતા કેટલીક અંદરની જાણકારી હોવાની હિંટ આપી અને જણાવ્યું કે તેમના હિસાબે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ કેન વિલિયમસનને કેપ્ટન તરીકે રિટેન કરશે જ્યારે રાશિદ ખાન તેમના માટે રિટેન થનાર પહેલા ખેલાડી બનશે.
તેમણે કહ્યું, કેન વિલિયમસન હૈદરાબાદની ટીમની કપ્તાની કરતા જોવા મળશે. આ હિસાબે રાશિદ ખાન ટીમની પહેલી ચોઈસ હોવા જોઈએ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો