For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે હૈદરાબાદની ટીમ 188 રન કેમ ના બનાવી શકી? વીરેન્દ્ર સહેવાગે કારણ જણાવ્યું

આખરે હૈદરાબાદની ટીમ 188 રન કેમ ના બનાવી શકી? વીરેન્દ્ર સહેવાગે કારણ જણાવ્યું

|
Google Oneindia Gujarati News

આઈપીએલના પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 10 રને હારનો સામનો કરવો પડ્યો છે. મેચમાં હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 41 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી અને અંત સુધી નાબાદ રહ્યા, છતાં પણ હૈદરાબાદની ટીમે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. કેકેઆરના 188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઓરમાં 177 રન જ બનાવી શકી અને મેચમાં હૈદરાબાદને 10 રને હાર મળી.

બીજે છેડેથી મદદ ના મળી

બીજે છેડેથી મદદ ના મળી

મનીષ પાંડે ત્રણ નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેની સાથે બીજે છેડે જૉની બેયરસ્ટો હતા. બેયરસ્ટોએ પણ 40 બોલમાં 55 રનની ઈનિંગ રમી. પરંતુ વોર્નર આઉટ થયા બાદ મનીષ પાંડે મેચમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો, બીજે છેડે તેમને કોઈ મદદ નહોતી મળી રહી જેને કારણે જરૂરી રનરેટ વધતી રહી. અંતની ઓવરમાં રન ઘણા વધુ હતા અને મનીષ પાંડે ચોગ્ગા અને છગ્ગા મારવામાં નિષ્ફળ રહ્યા. મનીષ પાંડેએ પોતાની ઈનિંગમાં છેલ્લા બોલ પર એક છગ્ગો લગાવ્યો, આ ઉપરાંત તે એકપણ છગ્ગો ના લગાવી શક્યો.

સેટ થયો છતાં બાઉન્ડ્રી ના શોધી શક્યો

સેટ થયો છતાં બાઉન્ડ્રી ના શોધી શક્યો

મનીષ પાંડેની ઈનિંગ વિશે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે મનીષ પાંડે સારી રીતે સેટલ હતો પરંતુ શૉટ રમવા માટે સારી બોલ ના શોધી શક્યો. ક્રિકબજ પર વાતચીત દરમ્યાન સહેવાગે કહ્યું કે સેટ થવા છતાં ડેથ ઓરમાં મનીષ પાંડે છગ્ગા ના ફટકારી શક્યો. સહેવાગે કહ્યું કે આખરી ત્રણ ઓવરમાં મનીષ પાંડે બાઉન્ડ્રી ના લગાવી શક્યો, તેમણે માત્ર એક છગ્ગો લગાવ્યો અને તે પણ છેલ્લા બોલ પર, જો તેણે શરૂઆતી ઓવરમાં છગ્ગા ફટકાર્યા હોત તો બાજી જ પલટી ગઈ હોત.

ક્યારેક ક્યારેક આવું થાય

ક્યારેક ક્યારેક આવું થાય

સહેવાગે કહ્યું કે ક્યારેક ક્યારેક આવું થાય કે તમે સેટ હોવ છો પણ તમને હિટ કરવા લાયક બોલ નથી મળતો. મને લાગે છે કે મનીષ સાથે પણ આવું જ થયું, તેને રડારમાં એકેય બોલ ના મળી, તે એકેય છગ્ગો ના લગાવી શક્યો. કેકેઆરની ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના વખાણ કરતાં આશીષ નેહરાએ કહ્યું કે તેમણે બોલિંગમાં જબરદસ્ત બદલાવ કર્યો અને મનીષ પાંડેને સ્કોર કરતાં રોક્યો. પાંડેની રડાર મિડ વિકેટ અને લૉન્ગ ઓન છે, જ્યાં સુધી મિડ વિકેટનો ફીલ્ડર ઉપર હતો મનીષ પાંડેને રન મળી રહ્યા હતા, પરંતુ જેવો જ ફીલ્ડર બાઉન્ડ્રી પર ગયો મનીષ પાંડેની મુશ્કેલીઓ વધી ગઈ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Why Hyderabad team could not chase score 188 runs? Virender Sehwag answered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X