For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયાની નવી જર્સી અંગે વિરાટે કહ્યું, 'લાગે છે સુકવવા આવ્યો છું'

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા એજબસ્ટનમાં નવી ટી શર્ટ પહેરીને ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. આ ટી શર્ટ અંગે ખૂબ જચર્ચા ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા એજબસ્ટનમાં નવી ટી શર્ટ પહેરીને ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. આ ટી શર્ટ અંગે ખૂબ જચર્ચા ચાલી રહી છે. ઓરેન્જ અને બ્લૂ રંગની જર્સી ટીમ ઈન્ડિયા ફક્ત રવિવારે પહેરવાની છે. ભારતીય ફૅન્સ આ ટી શર્ટની પેટ્રોલ ભરનાર સાથે સરખામણી કરી રહ્યા છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી કંઈક અલગ જ માને છે. જાણો વિરાટ કોહલીએ આ નવી ટી શર્ટ અંગે શું કહ્યું છે.

વિરાટને ગમે છે જર્સી

વિરાટને ગમે છે જર્સી

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચ પહેલા આયોજિત પ્રિ મેચ કોન્ફરન્સમાં કહ્યું કે,'મને આ જર્સી ગમે છે, તમે મને પૂછશો તો હું તેને 10માંથી 8 પોઈન્ટ આપીશ. અમે આ પહેરવાના છીએ એટલે નથી કહેતો, પણ પ્રામાણિક્તાથી કહું છું. મને તે ખૂબ ગમી છે. તેનો કોન્ટ્રાસ્ટ કલર મને ખૂબ બન્યો. હા એ વાત સાચી છે કે આ ટીશર્ટ અમે માત્ર એક જ મેચ માટે પહેરવાના છીએ. બ્લૂ અમારો કલર છે અને તેને પહેરીને અમે ગૌરવ અનુભવીએ છીએ. વિરાટ કોહલીએ પ્રિ મેચ કોન્ફરન્સમાં ટી શર્ટનું અનાવરણ કર્યું હતું.'

કોહલીએ કરી મજા

કોહલીએ કરી મજા

આ ટીશર્ટ લોન્ચના કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ ઘટના બની. કોહલીએ જે ટી શર્ટનું અનાવરણ કર્યું તેના પર તેમનું નામ અને તેમનો નંબર 18 લખેલો હતો. કોહલીએ અનાવરણ દરમિયન ફોટોગ્રાફર્સને ટી શર્ટ બતાવતા કહ્યું કે,'લાગી રહ્યું છે, જાણે જર્સી સૂકવવા આવ્યો છુ.' કોહલીની આ વાત સાંભળીને લોકો અને મીડિયાકર્મીઓ હસી પડ્યા. ટીમ ઈન્ડિયા અત્યારસુધી રમાયેલી 6માંથી 5 મેચ જીતી છે. અને 11 પોઈન્ટ સાથે બીજા નંબરે છે, ત્યારે આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની દાવેદારી મજબૂત કરવા ઈચ્છશે.

કેમ ટીમ ઈન્ડિયા પહેરશે નવી જર્સી

કેમ ટીમ ઈન્ડિયા પહેરશે નવી જર્સી

આ જર્સી ફક્ત આ જ મેચમાં પહેરવામાં આવનાર છે. તેનું કારણ એ છે કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જ ટી શર્ટ પહેરે છે, એટલે બંને ટીમ જુદી દેખાય તે માટે ICCએ આ નિર્ણય કર્યો છે. ICCએ વર્લ્ડ કપમાં એ નિયમ કર્યો છે કે જો બે ટીમ વચ્ચે એક જ કલરની જર્સી હોય તો બીજી ટીમે અન્ય રંગની ટી શર્ટ પહેરીને રમું પડશે. જો કે આ મેચ એક જ મેચ માટે હશે. કેપ્ટન કોહલીએ પણ કહ્યું છે કે ટીમ પરંપરાગત બ્લૂ જસ્રી પહેરીને જ રમશે, જે આપણી ઓળખ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
World cup 2019 see what virat kohli thinks about new orange t shirt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X