World Cup 2023, IND vs SA match Live Update: ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 327 રનનો ટારગેટ, કોહલીએ ફટકારી સદી
World Cup 2023, IND vs SA match Live Update: વિશ્વ કપમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાવવામાં આવશે. વર્લ્ડ કપમાં બંને ટીમો જે રીતે જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.
ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર એ છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમની બહાર થયા બાદ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમને સંતુલિત કરવા માટે જગ્યા આપવામાં આવી હતી અને આ પ્લેઈંગ 11 ભારત માટે સતત સારો દેખાવ કરી રહ્યો છે.

આજની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં છે, એવું માનવામાં આવે છે કે, આ પીચ સ્પિન બોલરોને થોડી મદદ કરી શકે છે, પરંતુ ભારતીય ટીમ તેની પ્લેઈંગ 11માં ભાગ્યે જ કોઈ ફેરફાર કરે છે, તેનું કારણ એ છે કે, ટીમ જીત સાથે ટકી રહેવા માંગે છે.
સાઉથ આફ્રિકાની વાત કરીએ તો ટીમમાં કેશવ મહારાજની સાથે તબરેઝ શમશીનો પણ ટીમમાં સમાવેશ થાય છે કે, કેમ તે જોવું રસપ્રદ રહેશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું હતું કે, જો વિકેટ સ્પિન બોલરોને મદદ કરશે, તો તમે ચોક્કસપણે બંનેને સાથે જોશો, પરંતુ મેં હજુ સુધી પિચ જોઈ નથી.












Click it and Unblock the Notifications
