For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2019: ટેસ્ટમાં આ વર્ષે રહ્યો મયંક અગ્રવાલનો દબદબો, જબરો સ્કોર કરનાર ટૉપ બેટ્સમેન

Year Ender 2019: ટેસ્ટમાં આ વર્ષે રહ્યો મયંક અગ્રવાલનો દબદબો, જબરો સ્કોર કરનાર ટૉપ બેટ્સમેન

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમ આ વર્ષે પોતાની તમામ ટેસ્ટ રમી ચૂકી છે. આ વર્ષે ભારત કુલ 8 મેચ રમ્યું જેમાંથી સતત 7 મેચમાં વિજય થયો. જ્યારે એક મેચ ડ્રો થઈ. વર્ષ 2019ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 3 જાન્યુઆરીએ મેચ શરૂ થઈ હતી. આ સાથે જ નક્કી થઈ ગયું હતુંક કયા ભારતીય બેટ્સમેન આ ફોર્મેટમાં ગદર મચાવશે. ભારતીય બેટ્સમેનોએ ક્રિકેટના સૌથઈ મોટા ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી. ખાસ કરીને ઓપનર મયંક અગ્રવાલે. આ વર્ષે મયંક અગ્રવાલનું બેટ જબરજસ્ત બોલ્યુ છે. તેમણે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ચાલો જાણીએ કોણ છે એ ટોપ 5 ભારતીય બેટ્સમેન જેમના બેટથી રનનો વરસાદ થયો.

1. મયંક અગ્રવાલ

1. મયંક અગ્રવાલ

આ લિસ્ટમાં મયંક અગ્રવાલનું નામ ટોચ પર છે. અગ્રવાલે 8 મેચની 11 ઈનિંગમાં 754 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની અવરેજ 68.54 હતી જેમાં 91 ફોર અ 18 છક્કા સામેલ છે. આ દરમિયાન તેમણએ 3 સદી, 2 બેવડી સદી અને 1 અડધી સદી ફટકારી. અગ્રવાલની બેસ્ટ ઈનિંગ બાંગ્લાદેશ સામે 14 નવેમ્બરે રમાયેલી મેચમાં હતી, જેમાં તેમણે 243 રન ફટકાર્યા હતા. આ મેચમાં તેમણે 28 ચોગ્ગા અને 8 સિક્સર્સ ફટકારી હતી.

2. વિરાટ કોહલી

2. વિરાટ કોહલી

કેપ્ટન વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા નંબરે છે. કોહલીએ 8 મેચની 11 ઈનિંગ્સમાં 612 રન બનાવ્યા છે, જે 68.00 એવરેજથી બન્યા. આ દરમિયાન કોહલીએ 78 ફોર્સ અને 3 સિક્સર્સ ફટકારી. આ વર્ષે કોહલીએ 2 સેન્ચ્યુરી, 1 બેવડી સદી, 2 અડધી સદી ફટકારી છે. કોહલીનો શ્રેષ્ઠ સ્કોર સાઉથ આફ્રિકા સામે 254 રનનો રહ્યો. આ મેચમાં કોહલીએ 33 ફોર્સ, 2 સિક્સર્સ ફટકારી હતી.

કોહલીએ આ વર્ષે ટેસ્ટ ઈનિંગ્સમાં 23,9,51,76,0,20,31*,254*,12,0,136 રન બનાવ્યા.

3. રોહિત શર્મા

3. રોહિત શર્મા

હિટમેન રોહિત શર્માને આ વર્ષે ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી જેમાં તે વનડે-ટી 20 ક્રિકેટની જેમ રમતા દેખાયા. રોહિતે આ વર્ષે ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી. તેઓ સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બન્યા. રોહિતે 5 મેચની 5 ઈનિંગમાં 556 રન બનાવ્યા છે, જે 92.66ની એવરેજથી બનાવ્યા, જેમાં 65 ફોર્સ અને 20 છક્કા સામેલ છે. આ દરમિયાન રોહિતે 3 સેન્ચ્યુરી, 1 ડબલ સેન્ચ્યુરી ફટકારી. રોહિતની સર્વશ્રેષ્ઠ ઈનિંગ સાઉથ આફ્રિકા સામે 19 નવેમ્બરે રમાયેલી મેચમાં હતી, જેમાં તેમણએ 28 ફોર, 6 સિક્સર્સ સાથે 212 રન ફટકાર્યા.

રોહિતે રમેલી ઈનિંગ્સનો સ્કોર - 176,127,35,212,6,21

4. ચેતેશ્વર પૂજારા

4. ચેતેશ્વર પૂજારા

મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા આ લિસ્ટમાં ચોથા નંબરે છે. પૂજારાએ 8 મેચની 11 ઈનિંગમાં 507 રન બનાવ્યા છે, જે 46.09ની એવરેજથી બન્યા, જેમાં 66 ફોર્સ અને 3 સિક્સર્સ સામેલ છે. આ દરમિયાન તેમણે 1 સદી અને 4 અડધી સદી ફટકારી. પૂજારાની બેસ્ટ ઈનિંગ ઓસ્ટ્રેલિયા સામેની 193 રનની હતી. જેમાં તેમણે 22 ફોર્સ ફટકારી હતી.

પૂજારાની આ વર્ષની ટેસ્ટ ઈનિંગ્સના રન -193,2,25,6,27,81,58,54,55

5. રવિન્દ્ર જાડેજા

5. રવિન્દ્ર જાડેજા

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોલની સાથે સાથે બેટથી પણ સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે તેઓ સૌથી વધુ રન બનાવનાર પાંચમાં ભારતીય બેટ્સમેન રહ્યા છે. જાડેજાએ 8 મેચની 10 ઈનિંગમાં 44 રન બનાવ્યા છે. જેમાં તેમની એવરેજ 62.85 રહયા અને જાડેજે 34 ફોર્સ, 10 સિક્સર્સ ફટકારી. આમાં જાડેજાએ 5 હાફ સેનચ્યુરી પણ ફટકારી. જાડેજાની બેસ્ટ ઈનિંગ સાઉથ આફ્રિકા સામેની 91 રનની રહી. તેમની ઈનિંગમાં 8 ફોર્સ અને 2 છક્કા સામેલ હતા.

જાડેજાએ આ વર્ષે રમેલી ઈનિંગ્સ - 81,58,1*,16,30*,40,91,51,60*,12

2019 માં યુવરાજ અને પંત સૌથી વધુ સર્ચ થયા, કોહલી અને ધોની પાછળ2019 માં યુવરાજ અને પંત સૌથી વધુ સર્ચ થયા, કોહલી અને ધોની પાછળ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
year ender 2019: these batsman scored most in test, here is list of top batsman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X