યુવરાજ સિંહના લગ્નમાં નહિ જાય તેના પિતા, ટીમ ઇંડિયા પહોંચી સંગીત સમારંભમાં

Subscribe to Oneindia News

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહ્યુ કે તેઓ 30 નવેમ્બરે પંજાબના ફતેહગઢ સાહિબ ગુરુદ્વારામાં થનાર પોતાના દીકરાના લગ્નમાં નહિ જાય. યુવરાજના લગ્ન બ્રિટિશ-મોરેશિયન મોડલ હેઝલ કીચ સાથે થઇ રહ્યા છે.

yuvi

તેમણે કહ્યુ કે આ મારુ દુર્ભાગ્ય છે કે હું મારા દીકરાના લગ્નમાં નથી જઇ શક્તો. મે યુવરાજની મા ને કહ્યુ કે જો યુવરાજના લગ્ન કોઇ ગુરુ કે ડેરા સંપ્રદાય કે કોઇ ધાર્મિક ગુરુને ત્યાં કરવામાં આવેશે તો હું નહિ આવુ. હું ભગવાનમાં વિશ્વાસ કરુ છુ, ધાર્મિક ગુરુઓમાં નહિ.

yuvi

લગ્નમાં વિવેકપૂર્ણ ખર્ચ

તેમણે કહ્યુ, 'હું મારા પિતાના ઘરમાં પણ નહિ જાઉ. મને મારા દીકરાએ આમંત્રિત કર્યો છે અને આમંત્રણ પર મારુ નામ પણ લખ્યુ છે.' તેઓ ડિસેમ્બરમાં દિલ્હી અને ગોવામાં થનાર કાર્યક્રમોમાં પણ ભાગ નહિ લે. તેમણે ઉમેર્યુ કે લોકોએ લગ્નમાં વિવેકપૂર્ણ રીતે ખર્ચ કરવો જોઇએ, કરોડો રુપિયા ન ખર્ચવા જોઇએ. મને લાગે છે કે જ્યારે મહિલાઓ પોતાના હાથમાં કામ લે છે ત્યારે પુરુષોએ ચૂપચાપ પાછળની સીટ પકડી લેવી જોઇએ. યુવરાજની મા શબનમ પાસે બહુ પૈસા છે અને તેણે એની પસંદથી લગ્નની તૈયારીઓ કરી છે પરંતુ તેણે ધ્યાનથી ખર્ચ કરવો જોઇએ.

yuvi

પરંપરાઓનું સમ્માન

તમને જણાવી દઇએ કે યોગરાજ અને શબનના લગભગ એક વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા છે. માતા-પિતાના છૂટાછેડા બાદ યુવરાજ સિંહે પોતાની મા સાથે રહેવાનું પસંદ કર્યુ હતુ. યોગરાજ કહે છે કે વહુ હેઝલ એક પરી છે જેને દુનિયાની બધી ખુશી મળે. હેઝલનો ઉછેર ભલે પશ્ચિમી સંસ્કૃતિમાં થયો પરંતુ તે પરંપરાઓનું પૂરેપૂરુ સમ્માન કરે છે. મને ખબર છે કે તે પરિવારમાં એક સારો બદલાવ લાવશે અને ભાઇઓ-બહેનોને પણ નજીક લાવશે. યુવરાજ અને હેઝલ યુવરાજના નાના ભાઇ-બહેનો માટે તેમના માતા-પિતા જેવા છે.

yuvi

મોહાલી જીત બાદ ટીમ ઇંડિયા પહોંચી સંગીત સમારંભમાં

મોહાલી ટેસ્ટ જલ્દીથી પૂરી કરીને ટીમ ઇંડિયા પોતાના કેપ્ટન વિરાટ કોહલી સાથે યુવરાજ સિંહના સંગીત સમારંભમાં પહોંચી ગઇ છે. ટીમના બધા ખેલાડી યુવી અને હેઝલના સંગીતમાં ઠુમકા લગાવતા નજરે પડ્યા. બધા ખેલાડીઓએ સંગીતની તૈયારી કરી હતી દરેક ખેલાડી હેંડસમ અને ડેશિંગ લાગી રહ્યા છે.

yuvi

દિવાળીમાં સગાઇ

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી પોતાને યુવરાજ સિંહનો નાનો ભાઇ કહે છે અને બંનેમાં ઘનિષ્ઠ મિત્રતા પણ છે. કોહલીએ પોતે જ પ્રેસ કોંફરંસ યોજીને એ વાતની જાણકારી આપી હતી કે ઇંગ્લેંડ પર જીત બાદ તે ટીમ સાથે યુવરાજના ઘરે મહેંદી અને સંગીતમાં ભાગ લેશે. તમને જણાવી દઇએ આજે યુવી પોતાની ફિયાંસ અને અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન બંધનમાં બંધાશે. બંને ચંદીગઢ સ્થિત ગુરુદ્વારામાં પહેલા લગ્ન કરશે. ત્યારબાદ 2 ડિસેમ્બરે ગોવામાં હિંદુ રીતિ રિવાજ મુજબ વેડિંગ સેરેમની થશે. આ બંનેની સગાઇ ગયા વર્ષે દિવાળીમાં થઇ હતી.

English summary
yograj singh will not attend the marriage of his son yuvraj singh
Please Wait while comments are loading...